mehul choksi

ભાગેડુ મેહુલ ચોક્સી(Mehul choksi) ફરી ચર્ચામાંઃ એન્ટિગુઆમાં રહેતા ચોકસીને 3 દિવસથી શોધી રહી છે ત્યાંની પોલીસ, વાંચો શું છે મામલો?

બિઝનેસ ડેસ્ક, 25 મેઃ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના આરોપી ભાગેડુ મેહુલ ચોકસી(Mehul choksi) હવે એન્ટિગુઆ-બારબુડાથી પણ ગુમ થયેલો હોવાનું જાણવા મળ્યું છે. ત્યાંના મીડિયાના જણાવ્યા મુજબ, પોલીસ રવિવારથી ચોકસીને શોધી રહી છે. ચોકસી છેલ્લીવાર રવિવારે સાંજે 5.15 વાગે તેની કારમાં જોવા મળ્યો હતો. તેની કાર તો મળી ગઈ છે, પરંતુ ચોકસીની કોઈ જાણ મળી રહી નથી. આ બાબતે પોલીસે તેના વકીલને પણ જણાવી દીધું છે, પરંતુ તેમનો કોઈ જવાબ મળ્યો નથી.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, 14500 કરોડ રૂપિયાનો પીએનબી કૌભાંડનો આરોપી ચોકસી(Mehul choksi) જાન્યુઆરી 2018માં વિદેશ ભાગી ગયો હતો. બાદમાં જાણવા મળ્યું હતું કે તે 2017માં જ એન્ટિગુઆ-બારબુડાની નાગરિકતા મેળવી ચૂક્યો હતો. પીએનબી કૌભાંડની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી એજન્સીઓ ચોકસીના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહી છે. તેણે નાદુરસ્ત તબિયતનું કારણ જણાવીને ભારત આવવા બાબતે ઇનકાર કર્યો હતો. કેટલીકવાર તેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂઆત કરી હતી. ભારતમાં તેની ઘણી સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડનો મુખ્ય આરોપી ચોકસી(Mehul choksi)નો ભાણો નીરવ મોદી છે, જે લંડનની જેલમાં છે. ત્યાંની અદાલત અને સરકારે પણ તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે, પરંતુ નીરવે પ્રત્યાર્પણ કરવાના નિર્ણયને લંડન હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ મામલે હાઇકોર્ટેનો નિર્ણય આવવામાં 10થી 12 મહિનાનો સમય લાગી શકે છે.

આ પણ વાંચો…..

ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈન(albert einsteins)નાં ઈક્વેશન સાબિત કરતા લેટરની હરાજી 8.75 કરોડ રૂપિયામાં થઈ, જુઓ શું લખ્યુ હતુ લેટરમાં