Gautam Adani Mukesh Ambani

Mukesh Ambani-Gautam Adani Net Worth: ઉદ્યોગપતિઓની નેટવર્થમાં વધઘટ; અંબાણીની સંપત્તિમાં વધારો, જાણો અદાણીનું હાલ…

Mukesh Ambani-Gautam Adani Net Worth: 8.19 લાખ કરોડની કુલ સંપત્તિ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી ફોર્ચ્યુનની યાદીમાં પ્રથમ ક્રમે

બિજનેસ ડેસ્ક, 06 સપ્ટેમ્બરઃ Mukesh Ambani-Gautam Adani Net Worth: ભારતમાં હાલમાં બે મોટા ઉદ્યોગપતિઓ ચર્ચામાં છે. તમે જાણી ગયા હશો અમે કેમની વાત કરી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની. રિલાયન્સના મુકેશ અંબાણી હાલમાં મળેલી એજીએમમાં પોતાના ઉત્તરાધિકારીઓ જાહેર કરીને રોકાણકારોને દર્શાવ્યું કે, કંપનીની કમાન નવી પેઢી સંભાળશે.

બીજી તરફ ગૌતમ અદાણી એક પછી એક વિવાદમાં સંપડાયેલા જોવા મળી રહ્યા છે. હિંડનબર્ગ દ્વારા 24 જાન્યુઆરી 2023ના રોજ જાહેર કરાયેલા કથિત ગેરરીતિના પગલે અદાણી વિશ્વના ત્રીજા નંબરના ધનિકથી નીચે ગબડી પડ્યા હતા. જોકે, હાલમાં ફોર્ચ્યુન દ્વારા જાહેર ધનિકોની યાદીમાં અદાણી ભારતના ધનિકોમાં બીજા નંબરે છે.

મુકેશ અંબાણી 8.19 લાખ કરોડની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને

8.19 લાખ કરોડની કુલ સંપત્તિ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી ફોર્ચ્યુનની યાદીમાં પ્રથમ ક્રમે છે. ગત વર્ષ 2022માં તેમની સંપત્તિ 7.54 લાખ કરોડ રૂપિયા હતી, તેમાં આ વર્ષે 9% એટલે કે અંદાજે 65 હજાર કરોડનો વધારો થયો છે.

યાદીમાં અદાણી બીજા સ્થાને..

અમેરિકાની રિસર્ચ ફર્મ હિન્ડનબર્ગના અહેવાલને કારણે અદાણી જૂથના ચૅરમૅન ગૌતમ અદાણીની એક વર્ષમાં 49.17% ઘટી ગઈ છે. ગત વર્ષે અદાણીની સંપત્તિ 10.3 લાખ કરોડ રૂપિયા હતી જે આ અહેવાલોને કારણે ઘટીને 5.24 લાખ કરોડ થઈ ગઈ છે. જોકે, સંપત્તિ ઘટ્યા છતાં ફોર્ચ્યુન-500ની યાદીમાં અદાણી બીજા સ્થાને છે.

ભારતીય ઉદ્યોગપતિઓની સંપત્તિમાં 133% સુધીનો વધારો થયો છે. મંગળવારે પ્રસિદ્ધ કરાયેલા ફોર્ચ્યુન-500 અહેવાલમાં દેશના 157 સૌથી ધનિક ઉદ્યોગપતિઓની વર્તમાન કુલ સંપત્તિ અને ગત વર્ષ એટલે કે 2022ની સરખામણીમાં થયેલા વધારા-ઘટાડાની માહિતી અપાઈ છે.

આ પણ વાંચો… Kangana Ranaut On Country Name: ઇન્ડિયા-ભારત વચ્ચેની ચર્ચામાં કૂદી કંગના રનૌત, કહ્યું- આપણા દેશનું નામ….

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો