Naresh Goyal

Naresh Goyal News: મુશ્કેલીમાં ભરાયા જેટ એરવેઝના સ્થાપક, ઈડીએ કરોડોની સંપત્તિ જપ્ત કરી…

Naresh Goyal News: EDએ નરેશ ગોયલની 538.05 કરોડની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી

બિજનેસ ડેસ્ક, 02 નવેમ્બરઃ Naresh Goyal News: જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની મુશ્કેલીઓ વધી ગઈ છે. હકીકતમાં, પ્રવર્તન નિદેશાલય (ED)એ નરેશ ગોયલ અને તેમના પરિવારના સભ્યો તેમજ કંપની સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ બુધવારે આ અંગે માહિતી આપી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે નરેશ ગોયલ, તેમના પરિવારના સભ્યો અને કંપનીની રૂ.538 કરોડથી વધુની સંપત્તિ કથિત બેંક લોન ફ્રોડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તપાસના ભાગરૂપે જપ્ત કરવામાં આવી છે. આ મિલકતો લંડન, દુબઈ અને ભારતમાં આવેલી છે.

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ જેટ એરવેઝ લિમિટેડ સામે તેની મની લોન્ડરિંગ તપાસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002ની જોગવાઈઓ હેઠળ રૂ. 538.05 કરોડની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. જપ્ત કરાયેલી મિલકતોમાં 17 રહેણાંક ફ્લેટ અને બંગલા અને કોમર્શિયલ જગ્યાનો સમાવેશ થાય છે.

લંડન, દુબઈ અને ભારતના વિવિધ શહેરોમાં આવેલી આ મિલકતો JetAir Pvt Ltd અને Jet Enterprises Pvt Ltd, નરેશ ગોયલ, તેમની પત્ની અનિતા અને પુત્ર નિવાન અને અન્ય કેટલીક કંપનીઓના નામે છે.

મની લોન્ડરિંગનો આ મામલો સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા જેટ એરવેઝ, ગોયલ, તેમની પત્ની અનીતા ગોયલ અને કંપનીના કેટલાક ભૂતપૂર્વ અધિકારીઓ વિરુદ્ધ કથિત છેતરપિંડીના કેસમાં નોંધાયેલી FIR પરથી પ્રકાશમાં આવ્યો છે.

આ પણ વાંચો… Jio World Plaza: જિયો વર્લ્ડ પ્લાઝાનો મુંબઈમાં પ્રારંભ; મનોરંજનના અનુભવો માટે નવા સીમાચિન્હો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો