crackers

Diwali Celebration in Rajkot: રાજકોટ વાસીઓની દિવાળી રહેશે ફીકી? માત્ર આટલા કલાક ફટાકડા ફોડવાની અનુમતિ…

Diwali Celebration in Rajkot: રાજકોટમાં દિવાળીએ રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે

રાજકોટ, 02 નવેમ્બરઃ Diwali Celebration in Rajkot: દિવાળીના તહેવારને હવે માત્ર 10 દિવસ જ બાકી છે. આ દરમિયાન રાજકોટથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અહીં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, રાજકોટ પોલીસ કમિશ્નરે દિવાળીમાં ફટાકડા ફોડવાના સમયને લઇ જાહેરનામું જાહેર કર્યું છે. જે મુજબ હવે રાજકોટમાં દિવાળીએ રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. જાહેરનામામાં સુપ્રીમકોર્ટના નિયમ અને ગ્રીન ફટાકડા ફોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  

રાજકોટ પોલીસ કમિશ્નરે પેટ્રોલ પંપ, શાળા કોલેજ, ધાર્મિક સ્થળ નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે એરપોર્ટ, ગોડાઉન, હોસ્પીટલ કે જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

આ પણ વાંચો…. Naresh Goyal News: મુશ્કેલીમાં ભરાયા જેટ એરવેઝના સ્થાપક, ઈડીએ કરોડોની સંપત્તિ જપ્ત કરી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો