Credit debit card

New Guideline for credit card: RBIએ ક્રેડિટ કાર્ડને લઈને બેંકોને આપ્યો નિર્દેશ; જાણો વિગતે

New Guideline for credit card: પાલન કરવામાં નિષ્ફળ જનારી સંબંધિત કંપનીઓને બિલની બમણી રકમ દંડ તરીકે ચૂકવવી પડશે.

બિઝનેસ ડેસ્ક, 22 એપ્રિલ: New Guideline for credit card: ક્રેડિટ કાર્ડને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ ગુરુવારે બેંકોને મહત્વના નિર્દેશ આપ્યા હતા. તે મુજબ RBIએ ક્રેડિટ કાર્ડ જારી કરવા અથવા વર્તમાન કાર્ડની મર્યાદા વધારવા અથવા ગ્રાહકોની મંજૂરી વિના અન્ય સુવિધાઓ શરૂ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આનું પાલન કરવામાં નિષ્ફળ જનારી સંબંધિત કંપનીઓને બિલની બમણી રકમ દંડ તરીકે ચૂકવવી પડશે.

RBIએ ગ્રાહકો પાસેથી લેણાની વસુલાત માટે કાર્ડ ઈશ્યુ કરતી નાણાકીય સંસ્થાઓ અથવા એજન્ટ તરીકે કામ કરતી થર્ડ પાર્ટીઓ દ્વારા ધાકધમકી અથવા હેરાનગતિ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ક્રેડિટ કાર્ડ અંગેની તેની ‘માસ્ટર’ માર્ગદર્શિકામાં, RBIએ જણાવ્યું હતું કે, “ગ્રાહકની મંજૂરી વિના કાર્ડ ઈશ્યુ કરવા અથવા મર્યાદા વધારવા અથવા અન્ય સુવિધાઓ પ્રદાન કરવા સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.” આ માર્ગદર્શિકાનો અમલ પહેલી જુલાઈ, 2022 થી થશે. 

RBIએ જણાવ્યું હતું કે જો ગ્રાહકોની મંજૂરી વિના કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે અથવા હાલના કાર્ડને અપગ્રેડ કરવામાં આવશે તો સંબંધિત કંપનીએ ચાર્જ રિફંડ કરવો પડશે પણ સાથે જ દંડ પણ ચૂકવવો પડશે. આ દંડ બિલની રકમ કરતાં બમણો હશે.

New Guideline for credit card

RBIની ‘માસ્ટર’ માર્ગદર્શિકા મુજબ, 100 કરોડની નેટવર્થ ધરાવતી કોર્મશિયલ બેંકો સ્વતંત્ર રીતે અથવા કાર્ડ ઈશ્યુ કરતી બેંકો/નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) સાથે જોડાણ કરીને ક્રેડિટ કાર્ડનો વ્યવસાય કરી શકે છે.

પ્રાદેશિક ગ્રામીણ બેંકોને તેમના સ્પોન્સર અથવા અન્ય બેંકો સાથે જોડાણ કરીને ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવાની પણ પરવાનગી છે. આ ઉપરાંત, જે વ્યક્તિના નામે કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યું છે તે RBI લોકપાલને ફરિયાદ કરી શકે છે. આ સાથે RBIએ સ્પષ્ટતા કરી છે કે નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ તેની મંજૂરી વિના ક્રેડિટ કાર્ડ બિઝનેસ શરૂ કરશે નહીં. RBIએ એમ પણ કહ્યું કે બેંકો ગ્રાહકોને ડેબિટ કાર્ડની સુવિધા લેવાની ફરજ પાડશે નહીં.

આ પણ વાંચો..Corona case Update: ફરી દેશમાં કોરોના કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં નવા 2,451 કેસ નોંધાયા- વાંચો વિગત

Gujarati banner 01