New Owner of the Twitter

New Owner of the Twitter: ટ્વિટરના માલિક બદલાયા, ટેસ્લાના ફાઉન્ડરે 44 બિલિયન ડોલરમાં કરી ડીલ- વાંચો સંપૂર્ણ વિગત

New Owner of the Twitter: ટ્વિટરના ઈન્ડિપેન્ડન્ટ બોર્ડના ચેરમેન બ્રેટ ટેલરે રાતે 12. 24 વાગ્યે એક પ્રેસ રિલીઝમાં મસ્ક સાથે થયેલી ડીલ વિશે જાણકારી આપી

બિઝનેસ ડેસ્ક, 26 એપ્રિલઃ New Owner of the Twitter: ટેસ્લા CEO એલન મસ્ક ટ્વિટરના નવા માલિક બની ગયા છે. મસ્કે ટ્વિટરને ખરીદવા માટે 44 બિલિયન ડોલર એટલે કે 3368 અબજ રૂપિયાની ડીલ કરી છે. આ હિસાબે મસ્કે ટ્વિટરના દરેક શેર માટે 54.20 ડોલર (4148 રૂપિયા) ચૂકવવાના રહેશે. ટ્વિટરના ઈન્ડિપેન્ડન્ટ બોર્ડના ચેરમેન બ્રેટ ટેલરે રાતે 12. 24 વાગ્યે એક પ્રેસ રિલીઝમાં મસ્ક સાથે થયેલી ડીલ વિશે જાણકારી આપી.

જોકે આ ડીલ જાહેર થાય એ અગાઉ જ મસ્કે ટ્વીટ કરીને માઈક્રો બ્લોગિંગ સાઈટને ખરીદવાનો સંકેત આપી દીધો હતો. મસ્કે લખ્યું હતું-આશા છે કે મારા સૌથી આકરા ટીકાકારો ટ્વિટર પર રહેશે. આ જ ફ્રી સ્પીચનો ખરો અર્થ છે.

આ પણ વાંચોઃ Top Actor Influencers On Instagram: વિશ્વભરના ટોચના 5 ઇન્ફ્લુએંસર્સની યાદીમાં એકમાત્ર આ ભારતીય અને એશિયન અભિનેત્રીનું નામ સામેલ

મસ્કે આપી હતી 43 અબજ ડોલરની ઓફર

ટ્વિટરને ખરીદવા માટે એલન મસ્કે અગાઉ 43 બિલિયન ડોલર એટલે કે લગભગ 3273.44 અબજ રૂપિયાની ઓફર આપી હતી. એને લઈને ટ્વિટરની અંદર જ વિવાદના સમાચારો સામે આવ્યા હતા, પરંતુ હવે 44 બિલિયન ડોલરમાં ડીલ ફાઈનલ થઈ ગઈ છે.

બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે કર્યો હતો વિરોધ

ગત દિવસોમાં ટ્વિટર બોર્ડે મસ્કની તરફથી કંપનીના ટેકઓવરને રોકવા માટે ‘પોઈઝન પિલ સ્ટ્રેટેજી’ (Poison Pill Strategy) અપનાવી હતી. જોકે બોર્ડ મેમ્બર્સ આ ડીલ પર વાતચીત માટે તૈયાર થઈ જવાથી એ નિશ્ચિત થયું હતું કે મસ્કે આ Poison Pillનો તોડ શોધી લીધો છે. મસ્ક પાસે અગાઉથી જ ટ્વિટરના 9.2% શેર હતા. સમાચાર એવા પણ છે કે મસ્કે જ્યારે શુક્રવારે કંપનીના અનેક શેરહોલ્ડર્સ સાથે અંગત રીતે મીટિંગ કરી હતી, એના પછી જ ટ્વિટરના વલણમાં બદલાવ આવ્યો.

આ પણ વાંચોઃ The world oldest woman dies: વિશ્વના સૌથી વૃદ્ધ મહિલાનું 119 વર્ષની વયે અવસાન, વાંચો કોણ છે આ મહિલા?

Gujarati banner 01