કોરોનાની વધુ એક વેક્સિનઃ નોવાવેક્સ(novavax vaccine) 90 ટકા અસરકારક તથા સંગ્રહ કરવો એકદમ સરળ કંપનીનો દાવો – વાંચો, સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 15 જૂનઃnovavax vaccine: રસી નિર્માતા કંપની નોવાવેક્સે સોમવારે કહ્યું કે તેમની વેક્સિન(novavax vaccine) કોરોના વાયરસ સામે 90 ટકા પ્રભાવી છે. સાથે જ અનેક પ્રકારના કોરોના વેરિએન્ટ સામે પણ કારગર છે. આ તથ્ય અમેરિકામાં થયેલા એક મોટા અધ્યયન બાદ સામે આવ્યું છે.  અમેરિકામાં થયેલી આ લેટ સ્ટેજ સ્ટડીમાં આ સિવાય ઘણી વાતો સામે આવી છે. 

કંપનીએ કહ્યું છે કે, તેમની વેક્સિન(novavax vaccine) લગભગ 90 ટકા પ્રભાવી છે અને શરૂઆતના આંકડાઓ પ્રમાણે તે સુરક્ષિત પણ છે. આ આંકડાઓ એવા સમયે સામે આવ્યા છે કે જ્યારે દુનિયામાં ત્યારે કોરોના વેક્સિનની માંગ સતત વધી રહી છે અને તેને પહોંચી વળવા માટે વિવિધ કંપનીઓ રાત દિવસ કામ કરી રહી છે.

કુલ મળીને છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી કોરોના વાયરસ સામે જંગ લડી રહેલી દુનિયાને નોવાવેક્સ વેક્સિનના રૂપમાં નવું હથિયાર મળ્યું છે. કંપનીએ કહ્યું કે આ વેક્સિન(novavax vaccine)નો સંગ્રહ કરવો ને પરિવહન કરવું એકદમ સરળ છે.

novavax vaccine

નોવાવેક્સ દુનિયાના વિકાસશીલ દેશોને કોરોના વેક્સિન(novavax vaccine) પુરી પાડવામાં મદદરૂપ થઇ શકશે તેવી આશા છે. જો કે હજુ તો આ મદદ મહિનાઓ દૂર છે. કંપનીનું કહેવું છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં અમેરિકા, યુરોપ અને અન્ય દેશો પાસે વેક્સિન માટેની મંજૂરી લેવાની યોજના છે. કંપની ત્યાં સુધીમાં એક મહિનામાં 10 કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન કરવામાં સક્ષમ પણ થઇ જશે. 

નોવાવેક્સ(novavax vaccine)ના અધ્યયનમાં અમેરિકા અને મેક્સિકોમાં 18 વર્ષથી ઉપરના લગભગ 30000 લોકો સામેલ હતા. જેમાંથી 60 ટકા લોકોને ત્રણ અઠવાડિયાના અંતરાલમાં વેક્સિન(novavax vaccine)ના બંને ડોઝ પવામાં આવ્યા. બાકીના લોકોને ડમી શોટ આપવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે અમેરિકી કંપની નોવાવેક્સે(novavax vaccine) ગયા વર્ષે ઓગષ્ટમાં પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા સાથે એક સમજૂતી કરી છે. જે અંતર્ગત 200 કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન કરવાનું હતું.

આ પણ વાંચો….

Gujarat corona update: 24 કલાકમાં નોંધાયા 405 નવા કેસ, 6 લોકોના મોત