Gujarat corona update: 24 કલાકમાં નોંધાયા 405 નવા કેસ, 6 લોકોના મોત

ગાંધીનગર, 15 જૂનઃGujarat corona update: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500 ની નજીક કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

Whatsapp Join Banner Guj

ગુજરાતમાં આજે પણ કોરોના કેસ(Gujarat corona update)માં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 405 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 1106 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,01,181 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 97.62 ટકાએ પહોંચ્યો હતો.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 9542 એક્ટિવ દર્દી છે, જે પૈકી 223 લોકો વેન્ટિલેટર પર છે અને 9,319 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 8,01,181 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,319 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોના(Gujarat corona update)ને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને અને સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

આ ઉપરાંત સુરતમાં 1, ભરૂચમાં 1 અને રાજકોટમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,93,131 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો….

રામ મંદિર(Ram mandir)ની જમીન ખરીદીમાં વિવાદ, 5 મિનિટ 5 સેકંડમાં 2 કરોડની જમીન 18.5 કરોડની થઈ ગઈ- જાણો શું છે કારણ?