લોકડાઉનના બીજા મહિનામાં ગુજરાતમાં જિયો, BSNLના ગ્રાહકો વધ્યા

જોકે, મે 2020માં ટેલિકોમ ઉદ્યોગે ગુજરાતમાં 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા અમદાવાદ,૨૭ઓગસ્ટ:કોવિડ 19 મહામારીના કારણે થયેલા લોકડાઉનમાં મે 2020ના અંત સુધીમાં ગુજરાતમાં ટેલિકોમ ઉદ્યોગે 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા હતા. ધ ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ બુધવારે મે 2020ના મોબાઇલ સબસ્ક્રિપ્શનના આંકડાનો અહેવાલ જારી કર્યો હતો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં માત્ર જિયો અને BSNLએ ગ્રાહકોમાં વધારો નોંધાવ્યો હતો, જેમાં જિયોના 1.27 લાખ અને BSNLના 1547 ગ્રાહકોના વધારાનો સમાવેશ થાય છે. લોકડાઉન દરમિયાન એવું અનુભવાયું હતું કે રોટી, કપડા અને મકાન ઉપરાંત ડેટા પણ પાયાની જરૂરિયાત બની ગયો છે. તેમ છતાં એપ્રિલ 2020માં ગુજરાતમાં 6.68 કરોડ ગ્રાહકો ધરાવતાં ટેલિકોમ ઉદ્યોગે 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા હતા અને મે 2020માં કુલ ગ્રાહકોની સંખ્યા 6.61 કરોડ રહી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, મોબાઇલ વપરાશકર્તાઓએ ખર્ચો બચાવવા માટે એકથી વધુ સીમ કાર્ડનો ઉપયોગ બંધ કર્યો હતો. અગાઉ કોલ્સ અને ડેટા પોસાય તેવા રહે તે માટે મોબાઇલ વપરાશકર્તાઓમાં એકથી વધુ સીમ કાર્ડ રાખવાનો ટ્રેન્ડ જોવા મળતો હતો. ખર્ચો ઘટાડવા માટે હવે મોબાઇલ ધારકો વધારાનું સીમ કાર્ડ કે મોબાઇલ નંબર રાખવાનું ટાળી રહ્યા છે. પોસાય તેવો હાઇસ્પીડ ડેટા પૂરો પાડવા માટે જાણીતા જિયોએ મે 2020ના મહિનામાં 1.27 લાખ ગ્રાહકોનો વધારો નોંધાવતાં ગુજરાતમાં તેના કુલ ગ્રાહકોની સંખ્યા 2.39 કરોડે પહોંચી છે, જે એપ્રિલ 2020માં 2.38 કરોડ હતી. એ જ રીતે સરકારી માલિકીની કંપની BSNLએ 1547 ગ્રાહકોનો વધારો નોંધાવતાં એપ્રિલ 2020ની સ્થિતિએ તેના કુલ ગ્રાહકોની સંખ્યા એપ્રિલ 2020માં 61.04 લાખ હતી તે મે 2020માં 61.05 થઈ છે. રાષ્ટ્રીય સ્તરે ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા ઘટીને મે મહિનામાં 116.36 કરોડ થઈ હતી, પરંતુ સર્વિસ પ્રોવાઇડર્સે પાછલા મહિનાની સરખામણીએ મે મહિનામાં ઓછો ઘટાડો નોંધાવ્યો હતો જે 57.6 લાખ ગ્રાહકોનો રહ્યો હતો. એપ્રિલ મહિનામાં ટેલિકોમ સબસ્ક્રાઇબર્સનો ઘટાડો 85.3 લાખનો હતો જ્યારે આખો દેશ સંપૂર્ણ લોકડાઉનમાં હતો અને કુલ ગ્રાહકોની સંખ્યા 116.94 કરોડ હતી. ગ્રાહકોમાં સૌથી મોટો ઘટાડો મોબાઇલ ટેલિફોની સેગમેન્ટમાં નોંધાયો હતો જેમાં મે મહિનામાં ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ સૌથી વધુ 47 લાખ મોબાઇલ ગ્રાહકો ગુમાવ્યા હતા. એરટેલ અને વોડાફોન આઇડિયાના કુલ વાયરલેસ ગ્રાહકોની સંખ્યા અનુક્રમે 31.7 કરોડ અને 30.9 કરોડ છે. આ સમયગાળા દરમિયાન જિયોએ તેના ગ્રાહકોમાં 36 લાખનો વધારો નોંધાવતાં તેના કુલ ગ્રાહકોની સંખ્યા દેશમાં સૌથી વધુ 39.2 કરોડે પહોંચી છે. સરકારી ટેલિકોમ કંપની BSNLએ બે લાખ નવા મોબાઇલ વપરાશકર્તાઓ ઉમેરતાં તેના ગ્રાહકોની સંખ્યા 11.9 કરોડે પહોંચી છે.

IPLની મેચો લાઇવ જોવા માટે જિયોએ ખાસ પેક રજૂ કર્યા

મુંબઈ,25 ઓગષ્ટ:ભારતમાં ધર્મ તરીકે પૂજવામાં આવતી ક્રિકેટની રમતનો રોમાંચ માણ્યાને છ મહિના કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. ટીવી અને મોબાઇલ પર સૌથી વધુ જોવામાં આવતી ક્રિકેટ ઇવેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ધમધમાટ સપ્ટેમ્બર 2020ના મધ્યભાગ પછી શરૂ થઈ જશે. જિયોએ તેના પ્રીપેઇડ યુઝર્સ માટે આઇપીએલનો રોમાંચ માણવા માટે બે ખાસ પેક રજૂ કર્યા છે, રૂ. 499 અને રૂ.777ના આ ખાસ પેક દ્વારા માત્ર લાઇવ ક્રિકેટ જ નહીં, પરંતુ ડિઝની+હોટસ્ટાર પણ વધારાના ખર્ચ વગર માણી શકાશે. આ સિઝનમાં આઇપીએલની તમામ મેચ યુએઈમાં રમાવાની છે અને એ પણ પ્રેક્ષકોની હાજરી વગર, એટલે મેચનો રોમાંચ માણવો હશે તો માત્ર બે જ વિકલ્પ છે, એક તો ટીવી ઉપર અથવા તો બીજો રસ્તો મોબાઇલ પર લાઇવ મેચ જોવાનો છે. ‘ક્રિકેટ ધન ધના ધન’ ઓફર હેઠળ ‘જિયો ધન ધના ધન’ દ્વારા જિયોના પ્રીપેઇડ યુઝર્સને રૂ.399ની કિંમતનું ડિઝની+હોટસ્ટાર એક વર્ષનું સબસ્ક્રિપ્શન મળશે જેમાં તેના તમામ પ્લાન હેઠળ અનલિમિટેડ ક્રિકેટિંગ કવરેજ માણવા મળશે. રૂ.499નું નવું પેક ખાસ ક્રિકેટના ફેન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં 56 દિવસ માટે દરરોજ 1.5 જીબી ડેટા મળશે. રૂ.777નું બીજું પેક ત્રિમાસિક આયોજન મુજબ ડિઝાઇન કરાયું છે. આ પેકમાં 84 દિવસ માટે દરરોજ 1.5 જીબી ડેટા અને વધારાનો પાંચ જીબી ડેટા પણ મળશે. એ સાથે જિયોથી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ અને જિયોથી નોન-જિયો વોઇસ કોલિંગ માટે 3000 મિનિટ પણ મળશે. આ બે ખાસ પેક ઉપરાંત પ્રવર્તમાન રૂ.401નો માસિક પ્લાન અને રૂ.2599નો વાર્ષિક પ્લાન પણ ઉપલબ્ધ છે. રૂ.401ના પ્લાનમાં જિયો યુઝર દરરોજનો ત્રણ જીબી ડેટા 28 દિવસની વેલિડિટી માટે મેળવે છે, જેમાં છ જીબી  વધારાનો ડેટા ઉપરાંત જિયોથી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે જ્યારે જિયોથી નોન-જિયો વોઇસ કોલિંગ માટે 1000 મિનિટ મેળવે છે. રૂ.2599ના વાર્ષિક પ્લાન અંતર્ગત 365 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા અને વધારાનો 10 જીબી ડેટા પણ મળે છે. આ પ્લાનમાં પણ જિયોથી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે અને જિયોથી નોન-જિયો વોઇસ કોલિંગ માટે 12,000 મિનિટ મળે છે. લાઇવ ક્રિકેટ મેચ જોવા માટે જિયો એડઓન પેક પણ ઓફર કરે છે. આઇપીએલની મેચો લાઇવ જોવા માટે પ્રવર્તમાન જિયો પ્રીપેઇડ યુઝર્સ રૂ.612નું એડઓન પેક પણ લઈ શકે છે. તમારો પ્રવર્તમાન પ્લાન પૂરો ન થાય ત્યાં સુધી આ પેક 6 જીબીના 12 વાઉચર્સ ઓફર કરે છે. આ પેક પણ જિયોથી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ અને જિયોથી નોનજિયો વોઇસ કોલિંગ માટે 500 મિનિટ ઓફર કરે છે. આ ઉપરાંત અન્ય ત્રણ એડઓન ડેટા પેક પણ ઉપલબ્ધ છે – રૂ.1004નું પેક 120 દિવસ માટે 200 જીબી ડેટા ઓફર કરે છે જ્યારે રૂ.1206નું પેક 180 દિવસ માટે 240 જીબી ડેટા ઓફર કરે છે અને રૂ.1208નું પેક 240 દિવસ માટે 240 જીબી ડેટા ઓફર કરે છે.

2Gને ઇતિહાસનો હિસ્સો બનાવી દેવા માટે તાત્કાલિક નીતિ વિષયક પગલાં લેવા જરૂરીઃ અંબાણી

 ભારતના 30 મિલિયન (30 કરોડ) મોબાઇલ ઉપયોગકર્તા 2G યુગમાં ફસાયેલા છે, મોબાઇલ યુગને 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી “દેશ કી ડિજિટલ ઉડાન”માં શ્રી અંબાણીનું વર્ચ્યુઅલ સંબોધન મુંબઈઃરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, 2Gને એક … Read More

જિયોમાર્ટ એપ ગૂગલ પ્લેસ્ટોર અને iOS પર ઉપલબ્ધ

લોન્ચ થયાના ગણતરીના દિવસોમાં 10 લાખથી વધુ ડાઉનલોડ અમદાવાદ, 24 જુલાઈ રિલાયન્સ રિટેલના બીટા ઓનલાઇન કન્ઝ્યુમર ગ્રોસરી પ્લેટફોર્મ જિયોમાર્ટની એપ હવે ગૂગલ પ્લે સ્ટોર અને iOS એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. એપ લોન્ચ થયાના ગણતરીના … Read More

જિયોનું મોડેલ અપનાવવા વિશ્વની ટેલિકોમ કંપનીઓને અમેરિકી સાયબર નિષ્ણાતની સલાહ

ન્યૂ યોર્ક, 23 જુલાઈ ચાઇનીઝ ટેલિકોમ જાયન્ટ હુવાવે (Huawei) અને 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉપયોગી જોખમી ચાઇનીઝ સંસાધનોના જોખમો સામે રિલાયન્સ જિયો દ્વારા ઘરઆંગણે વિકસિત કરવામાં આવેલા 5G સોલ્યૂશન્સ અપનાવવા માટે અમેરિકાએ સમગ્ર વિશ્વની ટેલિકોમ કંપનીઓને વિનંતી કરી … Read More