Indigo

Penalty on Indigo Airlines: ઇન્ડિગો એરલાઇન્સ પર DGCAએ ફટકાર્યો અધધ 30 લાખનો દંડ, વાંચો શું છે મામલો…

Penalty on Indigo Airlines: કંપની તરફથી વિવિધ સ્તરે મળેલા જવાબની સમીક્ષા કર્યા બાદ તે સંતોષકારક જણાયો ન હતો, જે બાદ DGCAએ ઈન્ડિગો એરલાઈન્સ પર દંડ લગાવવાનો નિર્ણય લીધો

બિજનેસ ડેસ્ક, 29 જુલાઈઃ Penalty on Indigo Airlines: ઉડ્ડયન નિયમનકાર DGCAએ સસ્તી ઉડ્ડયન સેવાઓ પ્રદાન કરતી સ્થાનિક કંપની ઇન્ડિગો એરલાઇન્સ પર રૂ. 30 લાખનો ભારે દંડ ફટકાર્યો છે. DGCAએ પોતે આ જાણકારી આપી.

DGCAએ આ ફેરફારો માટે સૂચનાઓ આપી

ઈન્ડિગો પર દંડ લગાવવા ઉપરાંત એવિએશન રેગ્યુલેટરે દસ્તાવેજોને લઈને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ પણ આપી છે. કંપનીને DGCA ની જરૂરિયાતો અને OEM ની માર્ગદર્શિકા અનુસાર તેના દસ્તાવેજો અને પ્રક્રિયાઓમાં ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું છે.

નિયમનકારે જારી કરી કારણ બતાવો નોટિસ

નિયમનકારે કહ્યું કે તેણે એરલાઇનને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. કંપનીને નોટિસનો જવાબ નિયત સમયમાં આપવા માટે કહેવામાં આવ્યું હતું. કંપની તરફથી વિવિધ સ્તરે મળેલા જવાબની સમીક્ષા કર્યા બાદ તે સંતોષકારક જણાયો ન હતો. જે બાદ DGCAએ ઈન્ડિગો એરલાઈન્સ પર દંડ લગાવવાનો નિર્ણય લીધો હતો.

ઈન્ડિગો સાથે બનેલી આ ઘટનાઓ કારણ બની

હકીકતમાં, છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન, ઈન્ડિગો વિમાનોએ ઘણી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષના પહેલા 6 મહિનામાં જ ઈન્ડિગોના A321 એરક્રાફ્ટ સાથે ટેલ સ્ટ્રાઈકની 4 ઘટનાઓ બની હતી. ઉપરોક્ત ઘટનાઓ બાદ DGCAએ ઈન્ડિગોનું સ્પેશિયલ ઓડિટ કર્યું હતું. નિયમનકારે કંપનીના દસ્તાવેજીકરણ, ઓપરેશનલ પ્રક્રિયાઓ, તાલીમ, એન્જિનિયરિંગ અને ફ્લાઇટ ડેટા મોનિટરિંગની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો… Manipur Violence Update: મણિપુર હિંસા પાછળ વિદેશી તાકતો! પૂર્વ સેના પ્રમુખે આપ્યું મોટું નિવેદન…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો