Professional tax: વેપારીઓ માટે મોટા સમાચાર, પ્રોફેશનલ ટેક્સ ના ભરતા હોવ તો ચેતી જજો- વાંચો વિગત

Professional tax: અમુક કંપનીઓ રજીસ્ટ્રાર ઓફ કંપનીમાં નોંધાયેલી હોય પરંતુ પ્રોફેશનલ ટેક્સમાં નોંધાયેલી ના હોય એવી બાબત ધ્યાનમાં આવી છે

બિઝનેસ ડેસ્ક, 30 સપ્ટેમ્બરઃ Professional tax: મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આજે મળેલી રેવન્યુ કમિટીની બેઠકમાં શહેરમાં પ્રોફેશનલ ટેક્સ ન ભરનારા વ્યવસાયીઓ,સંસ્થાઓ તથા વેપારીઓને નોટિસ ફટકારવા નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે રજીસ્ટ્રાર ઓફ કંપની પાસેથી નોંધાયેલા વ્યવસાયીઓની વિગતો મંગાવવામાં આવશે.

આ અંગે રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલની મળેલી પ્રતિક્રીયા મુજબ, અમુક કંપનીઓ રજીસ્ટ્રાર ઓફ કંપનીમાં નોંધાયેલી હોય પરંતુ પ્રોફેશનલ ટેક્સમાં નોંધાયેલી ના હોય એવી બાબત ધ્યાનમાં આવી છે. જેને લઈ એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, રજીસ્ટ્રાર ઓફ કંપની સાથે પત્રવ્યવહાર કરી તેમને ત્યાં નોંધાયેલા વ્યવસાયીઓ,વેપારીઓ અને કંપનીઓ અંગેની વિગત મંગાવાશે. બાદમાં જે લોકો પ્રોફેશનલ ટેક્સ ભરતા ના હોય તેવાઓને નોટિસ અપાશે

આ પણ વાંચોઃ GPSC Exam schedule: GPSC પરીક્ષાનું શિડ્યૂલ બદલાયું, આ પરીક્ષાની તારીખો બદલાઈ, વાંચો નવુ ટાઈમ ટેબલ

ઉપરાંત કેન્દ્રના નાણાં મંત્રાલય અને આર.બી.આઈ.ને વ્યવસાયીઓ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવે એ સમયે કે.વાય.સી.માં પ્રોફેશન ટેકસનો ઉમેરો કરવા રજુઆત કરાશે.પ્રોફેશન ટેક્સમાં વ્યાજમાફી જેવી સ્કીમ લાવવા રાજય સરકાર પાસે સત્તા માંગવા રજુઆત કરાશે. લકઝુરીયસ વાહનોના ટેકસમાં વધારો કરવામાં આવ્યો છે.જે મુજબ,પહેલી ઓકટોબરથી અમલ શરૃ કરવામાં આવશે.

પહેલી એપ્રિલથી ૨૭ સપ્ટેમ્બર સુધીમાં મ્યુનિ.ને મિલ્કતવેરા પેટે રુપિયા ૫૧૫.૭૯ કરોડ,પ્રોફેશનલ ટેક્સ પેટે રુપિયા ૯૦.૫૯ કરોડ તથા વ્હીકલ ટેકસ પેટે રુપિયા ૫૬.૯૪ કરોડ મળી તમામ ટેકસની આવક રુપિયા ૬૬૩.૩૩ કરોડ થવા પામી છે

Whatsapp Join Banner Guj