Gulab Cyclone

low pressure area on gujarat: ગુજરાત પરનું લોપ્રેસર આજે કચ્છ થઈ દરિયામાં ફરી વાવાઝોડાની શક્યતા, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ, ભારે વર્ષાની આગાહી

low pressure area on gujarat: મૌસમ વિભાગ અનુસાર આ લો પ્રેસર  આવતીકાલે સૌરાષ્ટ્ર મધ્યેથી પસાર થઈને કચ્છમાં થઈને દરિયામાં પહોંચશે તે સાથે જ તેની તાકાત ઘણી વધી જશે અને તે ક્રમશઃ વેલમાર્ક્ડ લોપ્રેસર,ડીપ્રેસન બાદ વાવાઝોડામાં ફેરવાય તેવી પૂરી શક્યતા છે. 

રાજકોટ, 30 સપ્ટેમ્બરઃ low pressure area on gujarat: ગઈકાલે સૌરાષ્ટ્રમાં એકંદરે વરસાદનો વિરામ હતો અને ક્યાંક તડકો હતો ત્યાં આજે રાજકોટ સહિતના સ્થળે મુશળધાર તોફાની વરસાદ તૂટી પડયો છે તે માટે ગત રાત્રે ગુજરાતમાં ખંભાતના અખાત ,સુરત પાસે આવી પહોંચેલ ગુલાબ વાવાઝોડાના ફૂલની ભારે વરસાદના આફતરૂપી પાંદડીઓ એટલે કે લોપ્રેસર અને તેની સાથે હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન જવાબદાર હતું. મૌસમ વિભાગ અનુસાર આ લો પ્રેસર  આવતીકાલે સૌરાષ્ટ્ર મધ્યેથી પસાર થઈને કચ્છમાં થઈને દરિયામાં પહોંચશે તે સાથે જ તેની તાકાત ઘણી વધી જશે અને તે ક્રમશઃ વેલમાર્ક્ડ લોપ્રેસર,ડીપ્રેસન બાદ વાવાઝોડામાં ફેરવાય તેવી પૂરી શક્યતા છે. 

ભારતમાં ભારે વરસાદ લાવે તેવી એક સાથે બે સીસ્ટમ સર્જાયેલી છે. દેશના પશ્ચિમે  ગુજરાત પર લોપ્રેસર(low pressure area on gujarat)  તો પૂર્વમા બંગાળ અને આજુબાજુમાં તેથી વધુ તાકાતવાળુ વેલમાર્ક્ડ લો પ્રેસરની સીસ્ટમ છે. આ બન્ને સીસ્ટમ વચ્ચે સમગ્ર દેશની મધ્યમાં આવેલા મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ એમ પૂર્વ-પશ્ચિમના આખા પટ્ટા પર ટ્રોફ (હવાના નીચાદબાણવાળો ભાગ) છે જેના કારણે આ વિસ્તારોમાં મેઘરાજા ભરભાદરવે પૂરજોશમાં  સક્રિય થયા છે.

આ પણ વાંચોઃ Professional tax: વેપારીઓ માટે મોટા સમાચાર, પ્રોફેશનલ ટેક્સ ના ભરતા હોવ તો ચેતી જજો- વાંચો વિગત

નોંધપાત્ર બાબત એ છે કે વાવાઝોડુ હોય કે લોપ્રેસર,ડીપ્રેસન તે દરિયામાં આવે ત્યારે વધુ તાકાતવાળુ થતું હોય છે. ગુજરાતમાં ખંભાતના અખાત પછી લો પ્રેસર થોડુ નબળુ પડશે ત્યાં કચ્છના દરિયામાં તેને ફરી તાકાત મળશે. આમ, ગુજરાતના બે કાંઠા પર આવેલા દરિયાથી આ સીસ્ટમ શક્તિશાળી બની રહી છે. 

ગત રાત્રે સુરત-વડોદરા વચ્ચેથી આ સીસ્ટમ આજે બપોરે ભાવનગર પાસે,સાંજે સુરેન્દ્રનગર,ચોટીલા પાસે અને મોરબી, જામનગર પાસેથી થઈને તે ગાંધીધામ-માંડવી વચ્ચે કચ્છના કાંઠાળ વિસ્તારોમાં જઈને નલિયા પાસે કાલે સવારે દરિયામાં પ્રવેશે અને તે સાથે તેની તાકાત વધતા વધતા તે ફરી વાવાઝોડાનું રૌદ્રરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. જો કે તેની અસર ગુજરાતમાં નહીં થાય. તે પાકિસ્તાન કે ઓમાન તરફ આગળ વધશે. 

આ પણ વાંચોઃ GPSC Exam schedule: GPSC પરીક્ષાનું શિડ્યૂલ બદલાયું, આ પરીક્ષાની તારીખો બદલાઈ, વાંચો નવુ ટાઈમ ટેબલ

રાજ્યમાં ચોમાસા પૂર્વેનો ભારે વરસાદ મે માસમાં દિવના દરિયાકાંઠે ત્રાટકેલા તૌકતે વાવાઝોડાથી શરુ થયો હતો. હવે ચોમાસાના અંતિમ દિવસોમાં આ જ સીસ્ટમ ભારે વરસાદ લાવી રહી છે. પરંતુ, આ સીસ્ટમ પસાર થયા પછી શુક્રવાર,શનિવારથી હવામાન ચોખ્ખુ થશે પરંતુ, બંગાળ તરફથી બીજી સીસ્ટમ ગુજરાત ભણી આવવાની શક્યતાના પગલે ચોમાસુ વધુ લંબાય તેવી પણ શક્યતા છે. 

Whatsapp Join Banner Guj