RBI

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ સામાન્ય કર્મચારીઓ અને પેન્શનરોને આપી મોટી રાહત, મળશે આ સુવિધા- વાંચો સંપૂર્ણ અહેવાલ

બિઝનેસ ડેસ્ક, 05 જૂનઃ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ સામાન્ય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપી છે. બૅન્કની રજાઓની અસર હવે તમારા પગાર અથવા પેન્શન પર થશે નહીં. RBIએ નૅશનલ ઑટોટોમેટેડ ક્લિયરિંગ હાઉસને આખો દિવસ ખુલ્લું રાખવાનો નિર્ણય કર્યો છે.એથીસપ્તાહના અંતે અથવા બૅન્કોની અન્ય જાહેર રજાના દિવસે પણ પગાર, પેન્શન તમારા બૅન્કા ખાતામાં જમા થશે. આ સુવિધા 1ઑગસ્ટથી કાર્યરત થશે.

Whatsapp Join Banner Guj

શુક્રવારે આર્થિક નીતિ સમિતિની બેઠક મળી હતી. બેઠકના નિર્ણયોની જાહેરાત કરતાં RBIના ગવર્નર શક્તિકાંતદાસે આ સુવિધાની જાહેરાત કરી હતી. આ સિસ્ટમ દ્વારા ગ્રાહકોને RTGSની સગવડ અને સંપૂર્ણ લાભ મળી રહે એ માટે અઠવાડિયાના તમામ સાત દિવસ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં આ સુવિધા ફક્ત બૅન્કોના કાર્યકારી દિવસો પર જ ઉપલબ્ધ છે. પગાર, પેન્શન, વ્યાજ, ડિવિડન્ડ વગેરે આ જ સિસ્ટમ દ્વારા ચૂકવવામાં આવે છે.

ADVT Dental Titanium

બીજી તરફ એ જ સમયે લોન લેનારાઓને આંચકો લાગ્યો છે, કારણ કે બૅન્કની રજાઓના દિવસે પણ ઘર, ઑટો અથવા પર્સનલ લોનના હપતા રકમ લેનારાના બૅન્ક ખાતામાંથી કાપવામાં આવશે. એથી લોન(RBI) લેનારાઓએ હપતાની રકમ બૅન્ક ખાતામાં રાખવી પડશે, જેથી લોનના હપતામાં ચૂક ન થાય અન્યથા દંડ થશે.

આ પણ વાંચો….

ભારત સરકારે સોશિયલ મીડિયા(social media)ની મનમાની પર અંકુશ મેળવવા માટે બનાવ્યો નવો કાયદો- જાણો શું છે નિયમો