RBI Monetary Policy

RBI hikes repo rate: હાય રે મોંઘવારી! હવે ફરી વધશે તમારી લોનના હપ્તા..

RBI hikes repo rate: રિઝર્વ બેંકે રેપો રેટમાં કર્યો 25 બેસિસ પોઈન્ટનો વધારો

બિજનેસ ડેસ્ક, 08 ફેબ્રુઆરી: RBI hikes repo rate: રિઝર્વ બેંકે આજે મોનેટરી પોલિસીની જાહેરાત કરી છે. જેમાં સતત છઠ્ઠી વખત રિપોર્ટમાં 0.35 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાને કારણે હવે રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો છે. તેનાથી કાર લોન, હોમ લોન સહિત તમામ લોનની EMI વધી જશે.

મહત્વનું છે કે RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં નાણાકીય નીતિ સમિતિની બેઠક મળી. આ બેઠકમાં રેપો રેટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શક્તિકાંત દાસે એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે જાણકારી આપી. બુધવારે રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં કરાયેલા વધારાને કારણે રિઝર્વ બેંક દ્વારા સતત છઠ્ઠી વખત દરમાં વધારો કરવામાં આવ્યો છે.

રિઝર્વ બેંકે મે 2022માં નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. ત્યારથી, રેપો રેટમાં 2.50 ટકાનો વધારો થયો છે કારણ કે તેમાં 5 વખત વધારો કરવામાં આવ્યો છે.

RBI, દેશની સર્વોચ્ચ બેંક, અન્ય તમામ બેંકોને રેપો રેટના દરે લોન આપે છે. તેથી જો રેપો રેટ વધશે તો બેંકો દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી લોનના વ્યાજ દરો વધશે. રેપો રેટ લોન લેનારના ખિસ્સા પર સીધી અસર કરે છે.

આ પણ વાંચો: Sidharth-kiara honeymoon: લગ્ન પછી હનીમૂન પર નહીં જાય સિદ્ધાર્થ-કિયારા, જાણો શું છે કારણ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો