RBI Monetary Policy

RBI Monetary Policy: મોંઘી થશે લોન, RBIએ રેપો રેટને 4.40%થી વધારીને 4.90% કર્યો

RBI Monetary Policy: વ્યાજદર પર નિર્ણય માટે 6 જૂનથી મોનિટરી પોલિસી કમિટીની મીટિંગ ચાલી રહી હતી

નવી દિલ્હી, 08 જૂનઃRBI Monetary Policy: વધતી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેન્કે ફરી રેટમાં વધારો કર્યો છે. એને 4.40 ટકાથી વધારીને 4.90 ટકા કરવામાં આવ્યો છે, એટલે કે તમારી લોન મોંઘી થશે અને તમારે વધુ EMI ચૂકવવો પડશે. વ્યાજદર પર નિર્ણય માટે 6 જૂનથી મોનિટરી પોલિસી કમિટીની મીટિંગ ચાલી રહી હતી.

RBIના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ-કોન્ફરન્સમાં વ્યાજદરમાં વધારાના નિર્ણયની માહિતી આપી છે.અર્થશાસ્ત્રીઓએ રેપો રેટમાં વધારાનું અનુમાન કર્યું હતું. બ્લૂમબર્ગના સર્વેમાં સામેલ 41માંથી 17 અર્થશાસ્ત્રીએ રેપો રેટ 0.50 ટકાથી વધીને 4.9 ટકા થવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે RBI રેપો રેટને ધીરે-ધીરે પ્રી-કોવિડ લેવલ 5.15 ટકાથી ઉપર લઈ જશે. મોનિટરી પોલિસીની મીટિંગ દર બે મહિને થાય છે. અગાઉ RBIએ 2 અને 3 મેએ ઈમર્જન્સી મીટિંગ બોલાવીને રેપો રેટને 4 ટકાથી વધારીને 4.40 ટકા કર્યો હતો. 22 મે 2020 પછી રેપો રેટમાં આ ફેરફાર થયો હતો.

આ પણ વાંચોઃ Virat 1st Indian with 200 million followers on Insta: ઇન્સ્ટાગ્રામ પર 200 મિલિયન ફોલોઅર્સ પૂર્ણ કરનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો વિરાટ કોહલી

આ નાણાકીય વર્ષની પ્રથમ મીટિંગ 6-8 એપ્રિલે થઈ હતી.રેપો રેટ અને EMIનું કનેક્શનરેપો રેટ એ દર હોય છે, જેની પર RBI પાસેથી બેન્કોને લોન મળે છે, જ્યારે રિવર્સ રેપો રેટ એ દરને કહે છે, જેની પર બેન્કોને RBI પૈસા જમા કરવા પર વ્યાજ આપે છે. જ્યારે RBI રેપો રેટ ઘટાડે છે તો બેન્ક પણ વ્યાજદર ઘટાડે છે, એટલે કે ગ્રાહકોને મળનારી લોનનો વ્યાજદર ઓછો હોય છે, સાથે જ EMI પણ ઘટે છે. આ રીતે જ્યારે રેપો રેટમાં વધારો થાય છે તો વ્યાજદરમાં વધારાને કારણે ગ્રાહક માટે લોન મોંઘી થઈ જાય છે.

આવું એટલા માટે થાય છે, કારણ કે કમર્શિયલ બેન્કને કેન્દ્રીય બેન્ક પાસેથી ઊંચી કિંમતે પૈસા મળે છે, એટલે તેણે દરને વધારવા મજબૂર થવું પડે છે.0.50% રેટ વધવાથી કેટલો ફરક પડશે? એને ઉદાહરણથી સમજીએમાનો કે સુદર્શન નામના એક વ્યક્તિએ 6.5 ટકાના રેટ પર 20 વર્ષ માટે 10 લાખ રૂપિયાની હાઉસ લોન લીધી છે. એ લોનનો EMI 7,456 રૂપિયા છે. 20 વર્ષમાં આ દરથી 7,89,376 રૂપિયાનું વ્યાજ આપવું પડશે, એટલે કે 10 લાખના બદલે કુલ 17,89,376 રૂપિયા તેને ચૂકવવા પડશે.

સુદર્શને લોન લીધાના એક મહિના પછી RBI રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરે છે. તો એને પગલે બેન્ક પણ 0.50 ટકા વ્યાજદર વધારે છે. હવે જ્યારે સુદર્શનનો એક મિત્ર એ જ બેન્કમાં લોન માટે જાય છે તો બેન્ક તેને 6.5 ટકાની જગ્યાએ 7 ટકા રેટ ઓફ ઈન્ટરસ્ટ ઓફર કરે છે.સુદર્શનનો દોસ્ત પણ 10 લાખ રૂપિયાની જ લોન 20 વર્ષ માટે લે છે, જોકે તેનો EMI 7753 રૂપિયા આવે છે, એટલે કે સુદર્શનના EMIથી 297 રૂપિયા વધુ. આ કારણે આશિષના દોસ્તે 20 વર્ષમાં કુલ 18,60,717 રૂપિયા ચૂકવવા પડશે. એ આશિષની રકમથી 71 રૂપિયા વધુ છે.

આ પણ વાંચોઃ Hardik patel turn off the comment section in FB: શા માટે હાર્દિક પટેલે FBમાં ‘કોમેન્ટ’ સેક્શન કર્યું બંધ? વાંચો કારણ

Gujarati banner 01