Shakti Kant Das

RBI Repo Rate: રેપો રેટને લઈ RBIએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, ગવર્નરે આ મહત્વપૂર્ણ બાબતોની કરી જાહેરાત

RBI Repo Rate: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ સતત પાંચમી વખત રેપો રેટને 6.5 ટકા યથાવત રાખ્યો

બિજનેસ ડેસ્ક, 08 ડિસેમ્બરઃ RBI Repo Rate: ભારતની કેન્દ્રીય બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ સતત પાંચમી વખત રેપો રેટને 6.5 ટકા યથાવત રાખ્યો છે. ત્યારે આનો અર્થ એ થયો કે RBI સામાન્ય લોકોને હોમ અને કાર લોન EMI પર રાહત આપશે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે દ્વિમાસિક નાણાકીય નીતિની સમીક્ષા રજૂ કરતાં જણાવ્યું હતું કે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં દેશની અર્થવ્યવસ્થા મજબૂત છે, આપણો પાયો મજબૂત છે. તેમજ ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે આર્થિક વિકાસ દરનો અંદાજ 6.5 ટકાથી વધારીને સાત ટકા કરવામાં આવ્યો છે. તે જ સમયે, છૂટક મોંઘવારીનો અંદાજ 5.4 ટકા પર જાળવી રાખવામાં આવ્યો છે.

મહત્વનું છે કે રેપો રેટ છેલ્લે ફેબ્રુઆરીમાં વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો. તે સમયથી રેપો રેટ સ્થિર છે. રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે, હોમ અને કાર લોન સહિત તમામ પ્રકારની લોનના EMIમાં ઘટાડા માટે રાહ જોઈ રહેલા લોકો નિરાશ થયા છે. હવે તેમને લોનની EMI ઘટાડવા માટે ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડશે.

મોંઘવારી ઘટાડવાના પ્રયાસો ચાલુ

RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, કેન્દ્રીય બેંક રિટેલ મોંઘવારી દરને 4 ટકા સુધી લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. વિશ્વમાં વધી રહેલી મોંઘવારીને કારણે મોંઘવારી ઘટાડવામાં મુશ્કેલી પડી રહી છે. જો કે ખાદ્યતેલ અને ચોખાના ભાવમાં ઘટાડાથી થોડી રાહત થઈ છે. જોકે ખાંડના વધતા ભાવ ચિંતાનો વિષય છે.

શિક્ષણ અને હોસ્પિટલમાં UPI દ્વારા 5 લાખ રૂપિયાની ચુકવણી

UPI ટ્રાન્ઝેક્શનમાં મોટા ફેરફારની જાહેરાત કરતાં RBIએ કહ્યું કે, 1 લાખ રૂપિયાના બદલે તમે શિક્ષણ સંસ્થાઓ અને હોસ્પિટલોમાં UPI દ્વારા 5 લાખ રૂપિયા સુધીની ચુકવણી કરી શકશો. RBIના આ પગલાથી લાખો લોકોને ફાયદો થશે.

રેપો રેટ એ દર છે કે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને લોન આપે છે અને બેંકો આ નાણાં લોકોને લોન તરીકે આપે છે. આ કારણોસર, જ્યારે પણ રેપો રેટમાં ફેરફાર થાય છે, ત્યારે તેની સીધી અસર લોનની EMI પર પડે છે. એટલે કે જો રેપો રેટ વધે છે તો લોનની EMI પણ વધે છે.

જાણો આરબીઆઈ ગવર્નરે શું મહત્વપૂર્ણ બાબતોની કરી જાહેરાત

  • તમામ MPC સભ્યો રેપો રેટને સ્થિર રાખવાની તરફેણમાં છે
  • UPI પેમેન્ટ માટે ઑફલાઇન સુવિધા લાવવામાં આવશે
  • ભારતીય અર્થવ્યવસ્થા સતત સારું પ્રદર્શન કરી રહી છે
  • 6માંથી 5 સભ્યો અનુકૂળ વલણ પાછું ખેંચવાની તરફેણમાં
  • મુખ્ય ફુગાવો ઘટ્યો છે પરંતુ ખાદ્ય ફુગાવો હજુ પણ ખતરો છે
  • નવેમ્બર અને ડિસેમ્બરમાં ખાદ્યપદાર્થો મોંઘા થતાં ફુગાવાના મોરચે ચિંતા
  • ફ્લોટિંગ રેટ રિસેટ કરવા માટે નવા લોન નિયમો રજૂ કરવામાં આવશે
  • ગ્રામીણ માંગમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે.
  • બેંકો અને કોર્પોરેટ્સની નાણાકીય સ્થિતિ મજબૂત છે
  • વિદેશી લોન દ્વારા ઇન્ફ્રા પ્રોજેક્ટ માટે ભંડોળ એકત્ર કરશે
  • વૃદ્ધિ દર અંદાજ વધ્યો
  • ચાલુ નાણાકીય વર્ષમાં છૂટક ફુગાવો 5.4 પર રહેવાની ધારણા છે.
  • નાણાકીય વર્ષ 2024 માટે જીડીપી અંદાજ 6.5 થી વધીને 7 થયો
  • ફુગાવાને અંકુશમાં લેવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે અનુકૂળ વલણ પાછું ખેંચવાનું વલણ અકબંધ છે.
  • સ્થાનિક માંગને કારણે ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ ચાલુ છે
  • ઓક્ટોબર મહિનામાં 8 કોર સેક્ટરનો ગ્રોથ સારો રહ્યો હતો
  • ખાદ્ય અને ઈંધણનો ફુગાવો જુલાઈથી ઘટ્યો છે
  • ખાદ્ય ચીજવસ્તુઓમાં વધારાને કારણે છૂટક મોંઘવારી ફરી વધવાની શક્યતા છે.

આ પણ વાંચો… Junior Mehmood Passed Away: ઝિંદગી સાથે ચાલી રહી જંગ વચ્ચે શું હતી જૂનિયર મહેમૂદની છેલ્લી ઈચ્છા? આવો જાણીએ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો