After the victory Modi addressed today

PM Modi victory speech:ચાર રાજ્યોના જીત બાદ પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા, કહી આ વાત- વાંચો સંપૂર્ણ વિગત

PM Modi victory speech: પીએમ મોદીએ કહ્યુ કે ઉત્તર પ્રદેશે દેશને અનેક પ્રધાનમંત્રી આપ્યા છે, પરંતુ 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર મુખ્યમંત્રી બીજીવાર જીત્યા હોય તેવું પ્રથમ ઉદાહરણ છે

નવી દિલ્હી, 10 માર્ચઃ PM Modi victory speech: આજે પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. ભાજપે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં મોટી જીત મેળવી સત્તામાં વાપસી કરી છે. ઉત્તર પ્રદેશમાં તો ભાજપે ઈતિહાસ રચી દીધો છે. ભાજપને યુપીમાં 270 જેટલી સીટો મળી રહી છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના કાર્યાલય પર પહોંચી ગયા છે. અહીં પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા.

પીએમ મોદીના સંબોધનની મોટી વાતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે યુપીમાં બીજીવાર આટલી મોટી જીત ખુબ મોટી વાત છે. પીએમ મોદીએ કહ્યુ કે, ઉત્તરાખંડમાં પણ ભાજપે ઈતિહાસ રચ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ગોવામાં તમામ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે. 

પીએમ મોદીએ કહ્યુ કે, કાર્યકર્તાઓએ ખુબ મહેનત કરી છે. કાર્યકર્તાઓએ પોતાનું વચન પાળ્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે, આપણે જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા. તેમણે કહ્યું કે, કાર્યકર્તાઓની મદદથી ભાજપે વિજયી ચોગ્ગો ફટકાર્યો છે. 

પીએમ મોદીએ કહ્યુ કે ઉત્તર પ્રદેશે દેશને અનેક પ્રધાનમંત્રી આપ્યા છે, પરંતુ 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર મુખ્યમંત્રી બીજીવાર જીત્યા હોય તેવું પ્રથમ ઉદાહરણ છે. યુપીમાં 37 વર્ષ બાદ કોઈ પાર્ટીએ સતત બીજીવાર સરકાર બની છે. 

આજે ઉત્સાહ અને ઉત્સવનો દિવસ છેઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, ‘આજે ઉત્સાહ અને ઉત્સવનો દિવસ છે. આ ઉત્સવ ભારતના લોકતંત્ર માટે છે. હું ચૂંટણીમાં ભાગ લેનારા તમામ મતદાતાઓને શુભેચ્છા આપુ છું. તેમના નિર્ણય માટે મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને આપણી માતાઓ બહેનો અને યુવાઓએ જે રીતે ભાજપનું સમર્થન કર્યુ છે. તે ખુબ મોટો સંદેશ છે. ફર્સ્ટ ટાઈમ વોટર્સે આગળ આવીને મતદાનમાં ભાગ લીધો અને ભાજપની જીત નક્કી કરી.’

આ પણ વાંચોઃ This road will be closed for two days in Ahmedabad: આવતીકાલે PM મોદીની ગુજરાત મુલાકાતે, અમદાવાદીઓ માટે બે દિવસ આ રસ્તા રહેશે બંધ- વાંચો વિગત

પ્રધાનમંત્રી મોદીની નીતિ પર જનતાએ મહોર લગાવી
જેપી નડ્ડાએ કહ્યુ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિ પર જનતાએ મહોર લગાવી છે. જે પરિણામ આવ્યા છે તેમાં કેટલાક સંકેત મળ્યા છે. ઉત્તરાખંડની જનતાએ પ્રથમવાર કોઈ સરકારને બીજીવાર તક આપી છે. આપણે એકતરફી ચાર રાજ્યોમાં જનતાના આશીર્વાદ મળ્યા છે. જનતાએ પીએમ મોદી દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમ અને નીતિઓ પર મહોર લગાવી છે. 

UP Election: ઉત્તર પ્રદેશની જીત પર બોલ્યા નડ્ડા
દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ- જો અમે યુપીની વાત કરીએ તો આ પ્રથમવાર છે જ્યારે ચારવખત સતત મોદીજીને યુપીની જનતાએ આશીર્વાદ આપ્યા છે. 2014માં પ્રચંડ જીત થઈ હતી. ત્યારબાદ જનતાએ 2017માં ભાજપ અને પીએમ મોદીને આશીર્વાદ આપ્યા હતા. 2019ની ચૂંટણીમાં પણ ફરી જનતાએ પીએમ મોદીને આશીર્વાદ આપ્યા હતા. હવે 2022માં ભાજપને યુપીની જનતાએ બહુમતી આપી છે. 

UP Election Result: ભાજપના મુખ્યાલય પર પહોંચ્યા પીએમ મોદી
ભાજપની ભવ્યજીત બાદ પીએમ મોદી દિલ્હી ભાજપના કાર્યાલય પર પહોંચી ગયા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું. કાર્યાલયમાં લોકોએ તાળીઓ સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યુ છે. લોકો મોદી ઝિંદાબાદના નારા લગાવી રહ્યા છે.  

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.