reliance future group deal

Reliance future group deal: રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે 24 હજાર કરોડની ડીલ પર હાલ રોક લગાવવામાં આવી- વાંચો શું છે મામલો?

Reliance future group deal: રિલાયન્સ-ફ્યુચર ગ્રુપની ડીલને ઝાટકો, સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં આપ્યો ચુકાદો

બિઝનેસ ડેસ્ક, 06 ઓગષ્ટ: Reliance future group deal: રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે થયેલી બહુચર્ચિત ડીલ વિરૂદ્ધ એમેઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં ચુકાદો આપ્યો છે. રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે 24 હજાર કરોડની ડીલ પર હાલ રોક લગાવવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Mob attacks Hindu temple in Pakistan: પાકિસ્તાનમાં હિન્દુ મંદિર ઉપર અમુક મુસ્લિમ કટ્ટરવાદીઓએ હુમલો કરી, જાણો શું કહ્યું પાક સરકારે?

પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સિંગાપુરમાં જે ઈમરજન્સી આર્બિટ્રેશનનો નિર્ણય છે તે ભારતમાં પણ લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, સિંગાપુરમાં રિલાયન્સ-ફ્યુચર ગ્રુપના ચુકાદા પર રોક લગાવી દેવામાં આવી હતી અને ત્યાર બાદ ભારતમાં પણ એમેઝોને વિલય સોદા વિરૂદ્ધ અરજી કરી હતી. 

રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે 24 હજાર કરોડની ડીલ વિરૂદ્ધ એમેઝોને સૌથી પહેલા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે તે ડીલ પર રોક લગાવવા મનાઈ કરી દીધી હતી. ત્યાર બાદ એમેઝોને સુપ્રીમ કોર્ટના બારણે ટકોરા માર્યા હતા. 

દેશના વિવિધ વિસ્તારોમાં ફેલાયેલા બિગ બજાર એ ફ્યુચર ગ્રુપનો જ હિસ્સો છે. થોડા સમય પહેલા રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપમાં રિટેલ માર્કેટને લઈ સૌથી મોટી સમજૂતી થઈ હતી અને 24,713 કરોડની ડીલ બાદ રિલાયન્સ પાસે ફ્યુચર ગ્રુપના માલિકી હક આવી ગયા હતા.

આ પણ વાંચોઃ dissolution of dashama and ganesha in river: દશામા અને ગણેશજીની મૂર્તિનું નદીમાં વિસર્જન કરવાની મનાઈ- વાંચો વિગત 

આ ડીલ(Reliance future group deal)ને લઈ એમેઝોને વિરોધ નોંધાવ્યો હતો કારણ કે, ફ્યુચર ગ્રુપની એક કંપનીમાં એમેઝોનનો 49 ટકા ભાગ હતો. ડીલ પ્રમાણે જો કંપની વેચવામાં આવે તો તેને ખરીદવાનો પહેલો અધિકાર એમેઝોનને જ મળે. પરંતુ રિલાયન્સ-ફ્યુચર ગ્રુપની ડીલમાં તેનું પાલન નહોતું કરવામાં આવ્યું. 

એમેઝોને આને લઈ સૌથી પહેલા સિંગાપુરની કોર્ટમાં રાવ નાખી હતી જ્યાં તેના પક્ષમાં ચુકાદો આવ્યો હતો. ત્યાર બાદ આ કેસ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો હતો જ્યાં હાઈકોર્ટની ડીલને આગળ વધારવા કહેવામાં આવ્યું હતું. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવી દીધી છે. 

Whatsapp Join Banner Guj