Sardar nagar: બાળકનો કબજો મેળવવા માતાએ કરેલી અરજી કોર્ટે ફગાવી- વાંચો સંપૂર્ણ અહેવાલ

Sardar nagar: કોર્ટે બાળકની પૃચ્છા કરતા પિતાની સાથે જ રહેવાની કહ્યું

અમદાવાદ, 06 ઓગષ્ટઃ Sardar nagar: શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ પાસેથી છુટાછેડા લીધા બાદ પોતાના સગીર બાળકને અઠવાડિયામાં એકવાર રમાડવા કરેલી અરજીમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.એચ.ઘાસુરા એ ફગાવી દેવાનો વલણ અપનાવતા માતાએ પોતાની અરજી પાછી ખેંચી લીધી છે.

બાવાવની વિગત એવી છેકે, કુબેરનગર ખાતે રહેતી પરિણીતા પાયલે પોતાના પતિ સુરેશ પાસેથી છ મહિના પહેલા છુટાછેડા લીધા હતા.છુટાછેડા કરતી વખતે પાયલે પોતાનો 7વર્ષનો બાબો આકાશ પોતાના પતિ સુરેશને સોંપ્યો હતો.છુટાછેડા બાદ અચાનક મા ની મમતા જાગી ઉઠી હતી.પોતાનો બાબા આકાશ ને અઠવાડિયા એક વાર મળવા માટે આપે તે માટે મેટ્રો કોર્ટમાં ક્રિમિનલ પ્રોસીઝર કોડની કલમ 97 મુજબ અરજી કરી હતી.

આ પણ વાંચોઃ Reliance future group deal: રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે 24 હજાર કરોડની ડીલ પર હાલ રોક લગાવવામાં આવી- વાંચો શું છે મામલો?


આ અંગેની આજરોજની સુનાવણી દરમિયાન સામેવાળા પતિ સુરેશ તરફથી અડવોકેટે જ્યેન્દ્ર અભવેકર કોર્ટમાં હાજર રહ્યા હતા.કોર્ટમાં એવી રજુઆત કરી હતી કે,પાયલે છુટાછેડા લેતી વખતે સગીર બાળક આકાશનો કબજો પતિને સોંપ્યો હતો.બાબો પણ તેના પપ્પાની સાથે રહેવા તૈયાર છે.ત્યારે જજ એ બાબા આકાશને પોતાની પાસે ડાઈસ ઉપર બોલાવી તેની પૂછપરછ કરી હતી.

જજે પણ બાળકની સાથે પ્રેમ પૂર્વક મોબાઈલ ફોન ઉપર ગેમ રમી હતી.પોતે કોની સાથે રહેવા તૈયાર છે ત્યારે બાળકે પોતાના પપ્પા સાથે જ રહેવા કહ્યું હતું.ત્યારે બાળકના માતા પિતા અને કોર્ટમાં હાજર વકીલો અને અસિલોના આંખોમાં રીતસરના આંસુ આવી ગયા હતા. કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખી અરજી ફગાવી દેવાનો વલણ અપનાવતા અરજદાર માતા પાયલે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.
(નોંધ- પાત્રોના નામ બદલેલ છે.)

આ પણ વાંચોઃ dissolution of dashama and ganesha in river: દશામા અને ગણેશજીની મૂર્તિનું નદીમાં વિસર્જન કરવાની મનાઈ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj