Stock market update

Sensex breaks: બજારમાં ટ્રેડિંગ શરૂ થતાની સાથે જ સેન્સેકસ 1200 પોઇન્ટ અને નિફ્ટી 330 પોઇન્ટનો ઘટાડો

Sensex breaks: યુદ્ધના ભયે ભારતીય શેર પણ તૂટયા

બિઝનેસ ડેસ્ક, 14 ફેબ્રુઆરીઃ Sensex breaks: યુક્રેન ઉપર રશિયા ચડાઈ કરશે એવી ભીતિ વચ્ચે સોમવારે વૈશ્વિક શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો તેની સાથે ભારતીય શેર પણ તૂટયા હતા. બજારમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે સેન્સેકસ 1200 પોઇન્ટ અને નિફ્ટી 330 પોઇન્ટ ઘટી ગયા હતા.

યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ નવી ઊંચી સપાટી 95.7 ડોલરને પાર કરી ગયા હતાં. સોનું 1854 ડોલર અને ભારતમાં 51,300ની સપાટી એ હતું. શુક્રવારે અમેરિકન શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તેની સાથે આજે એશિયાઇ શેરબજારમાં પણ કડાકો જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ Pulwama Attack Black Day for india: પુલવામા હુમલામાં 40 બહાદુર CRPF જવાન શહીદ થયા હતા

Gujarati banner 01