share market up

Stock Market Update: પહેલીવાર સેન્સેક્સ 74000ને પાર, નિફ્ટીમાં પણ તેજી- છંતા રોકાણકારોને થયુ નુકસાન

Stock Market Update: RBIએ ગોલ્ડ લોન પોર્ટફોલિયામાં અનેક પ્રકારની ગેરરીતિ જોવા મળી.

બિઝનેસ ડેસ્ક, 06 માર્ચઃ Stock Market Update: આજે શેરબજારમાં તેજી જોવા મળી છે. નિફ્ટીના 50માંથી 26 શેરોમાં તેજી છે. સેન્સેક્સ 408 પોઈન્ટના ઉછાળા સાથે 74085ના સ્તરે બંધ થયું. ત્યારે નિફ્ટી 117 પોઈન્ટની તેજી સાથે 22,474ના સ્તરે બંધ થયું. IT અને બેન્કિંગ શેયર્સમાં સૌથી વધુ તેજી છે. નિફ્ટી ITમાં 0.82%, નિફ્ટી બેંકમાં 0.79% અને નિફ્ટી FMCGમાં 0.34%ની તેજી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Beauty Tips: એલોવેરા સાથે આ વસ્તુઓ મિક્સ કરી ચહેરા પર લગાવો, ડાઘ-ખીલ-કરચલી થશે દૂર

IIFL ફાઈનાન્સના શેરમાં આજે 20 ટકાનો ઘટાડો છે. કંપનીના શેરમાં ઘટાડો RBIના એક્શન બાદ આવ્યો છે. મંગળવારે RBIએ IIFL ફાઈનાન્સની ગોલ્ડ લોન આપવા પર રોક લગાવી દીધી છે. RBIએ ગોલ્ડ લોન પોર્ટફોલિયામાં અનેક પ્રકારની ગેરરીતિ જોવા મળી. જોકે, કંપની હાલ ગોલ્ડ લોન કસ્ટમર્સને સર્વિસ આપવાનું જાહેર રાખી શકશે.

ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં ભલે ઐતિહાસિક તેજી જોવા મળી રહી હોય પરંતુ બજારનું માર્કેટ વેલ્યૂ આજના સત્રમાં ઘટ્યું છે. બીએસઈ પર લિસ્ટેડ સ્ટોક્સમાં માર્કેટ વેલ્યૂ ઘટીને 319.37 લાખ કરોડ રૂપિયા રહી છે જે ગત સત્રમાં 393.04 લાખ કરોડ રૂપિયા રહી હતી. આજના સત્રમાં બજારના વેલ્યૂએશનમાં 1.6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો