aloe vera

Beauty Tips: એલોવેરા સાથે આ વસ્તુઓ મિક્સ કરી ચહેરા પર લગાવો, ડાઘ-ખીલ-કરચલી થશે દૂર

Beauty Tips: એલોવેરા જેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક, જેના કારણે ચહેરો સુંદર અને યુવાન બને છે.

બ્યુટી ટિપ્સ, 06 માર્ચઃ Beauty Tips: સુંદર દેખાવાની ઈચ્છા રાખે છે, પરંતુ આજના સમયમાં ડાઘ ધબ્બા, ખીલ અને કરચલીઓના કારણે ફેસ બ્યુટી પર ખૂબ જ ખરાબ દેખાય છે. આ પરિસ્થિતિમાં તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. એલોવેરામાંથી જે જેલ નીકળે તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. જેના કારણે ચહેરો સુંદર અને યુવાન બને છે. જો તમે એલોવેરા જેલમાં અમુક વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવશો તો ચહેરા પરના ડાધ, કરચલી અને ખીલની સમસ્યાથી ચોક્કસથી રાહત મળશે. આવો જાણીએ તેના વિશે વિગતે…

આ પણ વાંચોઃ Shri Kashi Vishwanath Temple: મહાશિવરાત્રી પર કાશી વિશ્વનાથ મંદિર જવાનું વિચારી રહ્યા છો, તો જાણીલો આરતીનું નવુ ટાઇમ ટેબલ

ત્વચા માટે એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો?

  • એલોવેરા અને દહીંને ત્વચા માટે લાભકારક માનવામાં આવે છે. આ મિશ્રણનો માસ્ક તરીકે ઉપયોગ કરવામાં આવે તો ચહેરો વધુ ચમકીલો બને છે. દહીમાં રહેલ પ્રોબાયોટિક્સને કારણે ચહેરાની રંગતમાં સુધારો આવે છે. ઉપરાંત એન્ટિબેક્ટેરિયલ ગુણના કારણે ડાઘ ધબ્બા પણ દૂર થાય છે.
  • એલોવેરા અને મધનું મિશ્રણ ચહેરા માટે ખૂબ જ લાભકારી છે. તેનાથી સ્કીન વધુ સોફ્ટ બને છે. આ પેસ્ટ નિયમિતરૂપે લગાવવાથી ચહેરા પરના ડાઘ ધબ્બા, કરચલી અને શુષ્કતા દૂર થાય છે.
  • એલોવેરા અને ગુલાબ જળને મિશ્ર કરીને તેનો ઉપયોગ કરવાથી ચહેરો યુવાન અને સુંદર બને છે. ઉપરાંત રેશેઝ અને ખંજવાળ પણ દૂર થાય છે. એલોવેરા ત્વચાની એલર્જી દૂર કરવા માટે પણ ઉપયોગી છે. એલોવેરાની મદદથી ત્વચાની તમામ પરેશાનીઓ દૂર થાય છે.
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો