maxresdefault edited

નવા વર્ષથી બદલાશે ચેકથી પેમેન્ટ કરવાની પદ્ધતિ, 1 જાન્યુઆરીથી નિયમ લાગુ

maxresdefault edited

અમદાવાદ,15 ડિસેમ્બરઃ રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી 2021થી ચેક દ્વારા પેમેન્ટ કરવાના નિયમોમાં બદલાવ કરી રહી છે. RBIના નવા પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ ચેક દ્વારા 50,000 રૂપિયા કે તેથી વધુની પેમેન્ટ પર કેટલીક જાણકારીઓની ફરી વાર પુષ્ટિ કરવી પડશે. જો કે આ એકાઉન્ટ હોલ્ડર પર આધારિત હશે કે તે આ સુવિધાનો લાભ લેવા માગે છે કે નહીં. દેશમાં ઝડપથી વધી રહેલા બેન્કિંગ ફ્રોડના કેસો પર રોક લગાવવા માટે RBIએ આ નિર્ણય લીધો હતો.

whatsapp banner 1

પોઝિટિવ પે સિસ્ટમ એક ઑટોમેટિક ટૂલ છે, જે ચેક દ્વારા છેતરપિંડી કરવા પર લગામ લગાવશે. આ સિસ્ટમ અંતર્ગત ચેક જારી કરનાર વ્યક્તિને SMS, મોબાઇલ એપ, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા ATM જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમથી ચેક સાથે સંબંધિત કેટલીક જાણકારી આપવાની રહેશે. તે અંતર્ગત ચેકની તારીખ, લાભાર્થીનું નામ, પ્રાપ્તકર્ચા અને પેમેન્ટની રકમ વિશે જણાવવાનું રહેશે. તે બાદ ચેક પેમેટ પહેલા આ જાણકારીઓને ક્રોસ ચેક કરવામાં આવશે. જો તેમાં ગરબડ હશે તો ચેક પેમેન્ટ નહી કરવામાં આવે. સાથે જ સંબંધિત બેન્ક શાખાઓને આ અંગે જાણકારી આપવામાં આવશે. RBIએ કહ્યું છે કે, આવી સ્થિતિમાં જરૂરી પગલા લેવામાં આવશે.

પોઝિટિવ પે સિસ્ટમ માટે સીટીએસમાં આ નવી સુવિધા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા વિકસિત કરશે અને સહભાગી બેન્કો માટે ઉપલબ્ધ કરાવશે. RBIએ કહ્યું કે તે બાદ બેન્ક 50,000 રૂપિયા અને તેથી વધુની તમામ પેમેન્ટ્સના મામલે ખાતાધારકો માટે તેને લાગુ કરશે. જો કે આ સુવિધાનો લાભ લેવાનો નિર્ણય ખાતાધારક પોતે લેશે. સાથે જ RBIએ બેન્કોને કહ્યું કે, વૉયસ ફીચર્સ વિશે લોકોને જાણકારી આપવા માટે જાગૃતિ અભિયાન ચલાવે. બેન્ક આ વિશે ગ્રાહકોને એસએમએસ એલર્ટ, બ્રાન્ચમાં ડિસ્પ્લે, એટીએમ, વેબસાઇટ અને ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા જાગૃત કરી શકે છે.

whatsapp banner 1

બેન્ક પાંચ લાખ રૂપિયા અને તેથી વધુના ચેક મામલે તેને ફરજિયાત કરી શકે છે. ફક્ત નવા નિયમો અંતર્ગત આવતા ચેક ટ્રાન્જેક્શ સિસ્ટમ (CTS) ગ્રિડ વિવાદ સમાધાન તંત્ર અંતર્ગત સ્વીકાર કરવામાં આવશે. તમામ બેન્કોને ચેક ક્લિયર અથવા કલેક્શનમાં નવા નિયમને લાગુ કરવો પડશે. RBIએ તમામ બેન્કોને 1 જાન્યુઆરી 2021 પહેલા નવા ચેકના નિયમ વિશે ગ્રાહકોને પૂરી જાણકારી આપવાનું સૂચન આપ્યું છે.

આ પણ વાંચો….

હવે ટીકટોકની ખોટ નહીં લાગે, Facebook લોન્ચ કરી નવી વીડિયો એપ, આ રીતે બનશે વીડિયો