Ravindra Jadeja AFP 640 edited 1

ભારતીય ક્રિકેટ ટીમ માટે સારા સમાચારઃ રવિન્દ્ર જાડેજાએ શરુ કરી દીધી પ્રેક્ટિસ, જુઓ વીડિયો

Ravindra Jadeja AFP 640 edited 1

અમદાવાદ,15 ડિસેમ્બરઃ ભારતીય ક્રિકેટ ટીમ માટે રાહતના સમાચાર એ છે કે ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પ્રેક્ટિસનો પ્રારંભ કરી દીધો છે. જાડેજા પ્રેક્ટિસ કરતો હોય તેવો એક વીડિયો ટ્વિટ કર્યો છે. ખુદ જાડેજાએ પણ એવા રિએક્શન આપ્યા છે કે રિકવરી સારી રીતે ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી20 સિરીઝની પ્રથમ મેચમાં જાડેજા રમ્યો હતો અને તે દરમિયાન તેના માથામાં ઇજા થઈ હતી. તેને બદલે કોનકશન નિયમ મુજબ ચહલ રમતમાં આવ્યો હતો અને તેણે ત્રણ વિકેટ ખેરવીને ભારતને વિજય અપાવ્યો હતો. ત્યાર બાદ જાડેજા બાકીની બે ટી20 મેચમાં રમી શક્યો ન હતો. એ મેચમાં ભારતની બેટિંગ દરમિયાન તેની હેલમેટ પર બોલ વાગ્યો હતો. આઇસીસીના પ્રોટોકોલ મુજબ આ પ્રકારની ઇજામાં ખેલાડીને ઓછામાં ઓછા સાત દિવસ સુધી આરામ કરવાનો રહે છે અથવા તો તે સાત દિવસ સુધી રમી શકતો નથી.

whatsapp banner 1

જોકે હવે રવીન્દ્ર જાડેજાએ પ્રેક્ટિસનો પ્રારંભ કરી દીધી છે. જાડેજાને ભારતીય ટેસ્ટ ટીમમાં પણ સામેલ કરાયો હોવાથી તે ઓસ્ટ્રેલિયામાં જ છે અને આરામ કરી રહ્યો હતો. હવે તે એડિલેડમાં પિંક બોલથી ટ્રેનિંગ લઈ રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ 17મી ડિસેમ્બરથી શરૂ થશે. આ મેચમાં જાડેજા રમી શકશે કે પસંદગી માટે ઉપલબ્ધ છે કે નહીં તે અંગે બોર્ડે હજી સુધી સ્પષ્ટતા કરી નથી.

આ પણ વાંચો….

નવા વર્ષથી બદલાશે ચેકથી પેમેન્ટ કરવાની પદ્ધતિ, 1 જાન્યુઆરીથી નિયમ લાગુ