kiara siddharth adawani

Trends Footwear Brand Ambassador: ટ્રેન્ડ્સ ફૂટવેરે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા

મુંબઈ,10 ફેબ્રુઆરી: Trends Footwear Brand Ambassador: ભારતના સૌથી મોટી રિટેલર રિલાયન્સ રિટેલે જાહેરાત કરી હતી કે તેની ફૂટવેર રિટેલ ચેઇન ટ્રેન્ડ્સ ફૂટવેરે બોલીવૂડ સ્ટાર્સ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરારબદ્ધ કર્યા છે.

ટ્રેન્ડ્સ ફૂટવેરે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટેના ફૂટવેરમાં પોતાને સૌથી માનીતા સ્થળ તરીકે સ્થાપિત કર્યું છે. વિવિધ શ્રેણીઓમાં ફૂટવેર કલેક્શનની વિશાળ શ્રેણી સાથે સજ્જ તે ભારતના ફેમિલી ફૂટવેર ડેસ્ટિનેશનમાંનું એક છે. આ રિટેલ ચેઇન દરેક પ્રકારની શ્રેણીના શહેરોમાં તેની હાજરીને મજબૂત કરીને ભારતમાં ફેશન ફૂટવેર ઉદ્યોગ પર છવાઈ જવા ઇચ્છે છે.

આ જોડાણ અંગે ટિપ્પણી કરતાં રિલાયન્સ રિટેલ લિમિટેડના ફેશન એન્ડ લાઇફસ્ટાઇલના પ્રેસિડેન્ટ અને સીઇઓ શ્રી અખિલેશ પ્રસાદે કહ્યું કે, “ટ્રેન્ડ્સ ફૂટવેર એક ડેસ્ટિનેશન સ્ટોર છે જે મોટાભાગના ભારતીય ગ્રાહકોને ફૂટવેરમાં નવીનતમ સેવા આપે છે. ભારતમાં સૌથી ઝડપથી વિકસતી રિટેલ ફૂટવેર બ્રાન્ડ્સમાંની એક હોવાને કારણે અમારો મુખ્ય બ્રાન્ડ ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં યુવાનો સાથે મજબૂત જોડાણ સ્થાપિત કરવાનો હતો. અમારી પાસે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા એમ બે લોકપ્રિય પ્રતિભાશાળી બોલીવૂડ યુથ આઇકન છે, તેમને ભારતના મિલેનિયલ્સ અને યુવા વર્ગ વ્યાપકપણે અનુસરે છે અને ટ્રેન્ડ્સ ફૂટવેર તેમને કરારબદ્ધ કરતાં ખૂબ જ ખુશ છે.”

રિલાયન્સ રિટેલ લિમિટેડના ટ્રેન્ડ્સ ફૂટવેરના સીઇઓ નીતેશ કુમારે કહ્યું કે, “ટ્રેન્ડ્સ ફૂટવેર પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે નવીનતમ, ટ્રેન્ડી અને ફેશનેબલ ફૂટવેર ઓફર કરે છે. અમારી ખાસ ડિઝાઇન કરેલી ઇન-હાઉસ બ્રાન્ડ્સ સાથે તે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની શ્રેણીનું પણ પ્રદર્શન કરશે. ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ટ્રેન્ડ્સ ફૂટવેર અદ્યતન ફૂટવેર ફેશન લાવી રહ્યું છે જેથી અમારા ગ્રાહકો માટે નવીનતમ ટ્રેન્ડ્સ ઉપલબ્ધ થાય.”

Trends Footwear Brand Ambassador

સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ જોડાણ અંગે ટિપ્પણી કરતાં કહ્યું કે,(Trends Footwear Brand Ambassador) “ભારતના ફેવરિટ ફૂટવેર ડેસ્ટિનેશન ટ્રેન્ડ્સ ફૂટવેર સાથે સમગ્ર ભારતમાં બ્રાન્ડના ચહેરા તરીકે જોડાઈને હું ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છું. મેં પહેરેલા ફૂટવેરની શ્રેણી – પછી તે પુરુષોના સ્માર્ટ કેઝ્યુઅલ કે સ્પોર્ટસવેરની શ્રેણી હોય. આ બધા શાનદાર અને ટ્રેન્ડી છે.”

કિયારા અડવાણીએ ઉમેર્યું કે,(Trends Footwear Brand Ambassador) “ફેશન અને ટ્રેન્ડ એકબીજા સાથે ચાલે છે અને ટ્રેન્ડ્સ ફૂટવેર એવી બ્રાન્ડ છે જે સમગ્ર ભારતમાં ગ્રાહકો દ્વારા વ્યાપકપણે સ્વીકૃત છે, દૃશ્યમાન અને તેમની પ્રિય છે. બધા પ્રસંગો માટે વિવિધ પ્રકારના ફૂટવેર અહીં ઉપલબ્ધ છે જે હંમેશા પહેરવાનું ગમશે – પછી તે વર્કઆઉટ શૂઝ હોય, રોજિંદા કેઝ્યુઅલ, પાર્ટી વેર, એથનિક વેર હોય કે હોમ વેર હોય – અને આ બધું ખૂબ જ વાજબી કિંમતે.”

સ્થાનિક, આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને રિલાયન્સ રિટેલની માલિકીની બ્રાન્ડ્સના વિકલ્પોની વિશાળ શ્રેણી સાથે ગ્રાહકો સ્ત્રીઓ, પુરુષો અને બાળકો માટે આકર્ષક ભાવે ટ્રેન્ડી ફૂટવેરની ખરીદીના અનન્ય અનુભવની રાહ જોઈ શકે છે.

હાલમાં, ટ્રેન્ડ્સ ફૂટવેર સમગ્ર દેશમાં 355 શહેરોમાં 700થી વધુ પોઈન્ટ ઓફ સેલ પર કાર્યરત છે.

આ પણ વાંચો:-Summer season in india: તૈયાર રહેજો! આ વખતે ઉનાળામાં અતિશય ગરમી પડવાની સંભાવના…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો