student class room

Right to Education in Gujarat: ગુજરાતમાં RTE રાઈટ ટુ એજયુકેશન એકટ ના નક્કર અમલીકરણના કારણે મળેલા પરિણામ વિશે જાણીએ..

‘‘હવે મારો દિકરો ખૂબ પ્રગતિ કરી શકશે’’: માર્કન્ડ પારેખ(Right to Education in Gujarat)

RTE અંતર્ગત સામાન્ય પરિવારના દિકરા અમરીષને મળ્યું; આણંદની શ્રેષ્ઠ સ્કુલમાં એડમીશન

આણંદ, 10 ફેબ્રુઆરી: Right to Education in Gujarat: જે શાળામાં પ્રથમ વર્ષની એટલે કે, પહેલા ધોરણની ફી ૫૫ હજાર રૂપિયા જેટલી હોય, જયાં ડોકટર, એન્જીનીયર અને મોટા ઉદ્યોગકારોના પરીવારના બાળકો અભ્યાસ કરતાં હોય તે શાળામાં તેમની સાથે એક જ પાટલીએ બેસીને સામાન્ય પરીવારનો દિકરો કોઈપણ જાતની ફી વગર સારામાં સારૂ શિક્ષણ મેળવતો હોય આવું શક્ય છે ? હા, આ ગુજરાતમાં શક્ય છે.

રાજયનું પ્રત્યેક બાળક ભણે, અને તેને સારામાં સારૂં શિક્ષણ મળે એ માટે ગુજરાતમાં છેલ્લા બે દસક કરતાં વધુ સમયથી અભિનવ કાર્યો હાથ ધરાયા છે. આ માટે ગરીબ – મધ્યમ પરિવારના બાળકો ખાનગી શાળામાં કોઈપણ જાતની ફી ભર્યા વગર વિનામૂલ્યે સારામાં સારૂં શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ ‘‘રાઈટ ટુ એજયુકેશન એકટ’’ (RTE) અમલી બનાવવામાં આવ્યો છે. જેના કારણે ગુજરાતના ગરીબ – મધ્યમ વર્ગના અનેક બાળકો ખાનગી શાળાઓમાં એડમીશન મેળવી વિનામૂલ્યે શિક્ષણનો લાભ મેળવી રહયા છે. આ તમામ બાળકોના શિક્ષણની ફી રાજય સરકાર ચૂકવી રહી છે.

ગુજરાતમાં RTE એટલે કે, ‘‘રાઈટ ટુ એજયુકેશન એકટ’’ ના નક્કર અમલીકરણના કારણે મળેલા પરિણામની આજે વાત કરવી છે.

આ વાત છે, સરદાર સાહેબની સ્મૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આણંદ જિલ્લાની….

‘‘તમારા દિકરા અમરીષ પારેખને આનંદાલય સ્કુલમાં પહેલા ધોરણમાં એડમીશન મળ્યુ છે. આ સમાચાર સાંભળતા જ હું અને મારા પત્ની બન્ને બહું રડયાં હતા, કેમ કે, આ સ્કુલનું લેવલ જ એટલું ઉંચુ છે કે, તેમાં એડમીશન મળવું શક્ય જ નથી. આ સ્કુલમાં આણંદ – વિદ્યાનગર અને આજુબાજુના વિસ્તારમાં રહેતા ડોકટર, એન્જીનીયર અને મોટી – મોટી ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા પરીવારના બાળકો જ ભણે છે, અને એમાં મારા દિકરાને સરકારના RTE અન્વયે એડમીશન મળશે એવું અમે કયારેય સ્વપ્નેય વિચાર્યું નહોતુ.’’

Right to Education in Gujarat

આણંદ જિલ્લાના વિદ્યાનગર ખાતે રહેતા અને એ.ટી.એમ. મશીન મેન્ટેનન્સના કામ સાથે સંકળાયેલા માર્કન્ડ પારેખ ‘‘રાઈટ ટુ એજયુકેશન એકટ’’ અંતર્ગત તેમના દિકરાને આણંદને શ્રેષ્ઠ સ્કુલો પૈકીની એક એવી આનંદાલય સ્કુલમાં મળેલ એડમીશનની વાત કહેતા ગળગળા બની જાય છે, આ વાત કહેતા જ માર્કન્ડભાઈની આંખો હરખના અશ્રુથી ભરાઈ જાય છે.

Right to Education in Gujarat

માર્કન્ડભાઈના દિકરાને આનંદાલયમાં એડમીશન મળ્યું ત્યારે શરૂઆતમાં તેમને થોડો ડર હતો કે ત્યાં તેમના દીકરાને કેવી રીતે સાચવશે ? પરંતુ તેમના દિકરાને એડમીશન મળ્યા પછી તેમણે જોયું કે, એ શાળામાં ભણવા આવતા અન્ય છોકરા અને તેમના દિકરામાં કયારેય ભેદભાવ રાખવામાં આવતો ન હતો. એટલું જ નહી પરંતુ જે ખોરાક સ્કુલના અન્ય છોકરાઓ ખાય એ જ ખોરાક તેમની સાથે એક જ પાટલીએ બેસીને તેમનો દિકરો પણ જમે છે.

આ વાતને આગળ ધપાવતા માર્કન્ડભાઈએ સગૌરવ કહે છે કે, મારો દિકરો હોશિયાર છે, પરંતુ મારી આર્થિક સ્થિતિ એવી નહોતી કે હું એને આવી સારી સ્કુલમાં ભણાવી શકુ. પણ સરકારની આ યોજનાના કારણે મારા દિકરાને આટલી સારી સ્કુલમાં એડમીશન મળ્યું. અને તેના કારણે હવે તે ખૂબ પ્રગતિ કરી શકશે.

રાઈટ ટુ એજયુકેશન એકટના કારણે મારા દિકરાને જે સ્કુલમાં એડમીશન મળ્યું છે. તે સ્કુલની એક વર્ષની ફી જ ૫૫ હજાર રૂપિયા જેટલી છે. પરંતુ મારા દિકરાની ફિ સરકાર ભરે છે. એટલે મારે ફિ પેટે એકપણ રૂપિયો આપવો પડતો નથી. એટલું જ નહી પરંતુ અમારા દિકરાને RTE અંતર્ગત એડમીશન મળ્યું ત્યારથી થોડા – થોડા સમયે મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી પણ મને ફોન કરી પૂછવામાં આવે છે કે, તમારા દિકરાને RTE અંતર્ગત એડમીનશન મળ્યું છે તો કોઈ તકલીફ તો નથીને ? તેમ જણાવતા તેઓ વધુમાં ઉમેરે છે કે, અમારા જેવા પરિવારના દિકરાને ભણાવવા માટે આ સરકાર આટલી બધી દરકાર રાખી રહી છે, એ બદલ હું મુખ્યમંત્રી અને ગુજરાત સરકારનો ખૂબ આભાર માનું છું.

Right to Education in Gujarat

આનંદાલય શાળાના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ તેજસ દેસાઈ તેમની(Right to Education in Gujarat) શાળામાં RTE હેઠળ પ્રવેશ મેળવેલ બાળકો અને તેમની શૈક્ષણિક પ્રગતિની વાત કરતાં કહે છે કે, અમારી શાળામાં ૨૦૧૭-૧૮ ના વર્ષથી રાઈટ ટુ એજયુકેશન એકટ અન્વયે બાળકોને પ્રવેશ આપવામાં આવી રહયો છે. આજની તારીખે RTE હેઠળ ૯૫ જેટલા બાળકો અમારી શાળાના વિવિધ વર્ગોમાં અભ્યાસ કરી રહયાં છે. દર વર્ષે અમારી શાળામાં લગભગ ૨૦ થી ૨૫ જેટલા બાળકો સરકાર તરફથી ફાળવવામાં આવે છે.

આ બાળકોને સરકારના RTE (Right to Education in Gujarat) અન્વયે સમાન શિક્ષણની તક પ્રાપ્ત થાય અને શાળામાં અભ્યાસ કરતાં અન્ય બાળકોની સાથે ભેગા મળી તેઓ શિક્ષણની સાથે ઈતર પ્રવૃત્તિમાં પણ ભાગ લે તે પ્રકારનું કાર્ય આ શાળા પરિવાર દ્વારા વાલીઓના સહયોગથી કરવામાં આવી રહયું છે. તેના કારણે અમારી શાળામાં અભ્યાસ કરતાં બાળકો અને RTE અંતર્ગત પ્રવેશ મેળવેલા બાળકોનો સમાન – સમતોલ વિકાસ થઈ રહયો છે.

નોંધનીય છે કે, છેલ્લા બે દાયકામાં આણંદમાં મોડર્ન એરાના માપદંડોને અનુરૂપ શિક્ષણની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બની છે. જેના કારણે આ જિલ્લામાં ગુજરાતના અન્ય જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજયો અને વિદેશથી પણ વિદ્યાર્થીઓ ભણવા, ઉચ્ચ શિક્ષણ મેળવવા આવે છે.

આવા વિદ્યાના ધામ એવા આણંદ જિલ્લામાં વસતા મધ્યમ – ગરીબ પરિવારના બાળકો પણ સારામાં સારૂં શિક્ષણ મેળવી શકે તે માટે તેમને અન્ય આર્થિક રીતે સક્ષમ પરિવારના બાળકો જે ખાનગી શાળામાં મોંઘી ફી ભરીને અભ્યાસ કરતાં હોય તે શાળામાં અભ્યાસ કરવાની તક પ્રાપ્ત થઇ રહી છે. જે સરકારની પ્રત્યેક બાળકના સર્વાંગીણ વિકાસ માટે તેમને સમાન – સમતોલ અને સુ-સંસ્કારિત શિક્ષણ મળી રહે તે માટેની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહી છે.

આ પણ વાંચો:-Trends Footwear Brand Ambassador: ટ્રેન્ડ્સ ફૂટવેરે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *