murder

Murder case: રાજકોટમાં દુષ્કર્મના આરોપીની ઘાતકી હત્યા, ધારિયુ અને છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો

Murder case: હત્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ, પોલીસે હાથ ધરી તપાસ

રાજકોટ, 20 ઓગષ્ટઃ Murder case: રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની સનસની ઘટના સામે આવી છે. બાઇક પર આવેલા બે બદામશોએ યુવક પર ઘારિયા અને છરી વડે હુમલો કરી દીધો હતો. ઘટના બાદ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તો બીજી તરફ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હત્યાની સમગ્ર ઘટના સીસીટીવમાં કેદ થઇ છે. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ મૃતકના પરિવારજનોએ હત્યા અંગત અદાવતના કારણે થઈ હોવાનું પોલીસને જણાવ્યું છે. ત્યારે પોલીસે પણ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Earthquake in Gujarat: ગુજરાતના આ શહેરોમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ- વાંચો વિગત

પ્રાપ્ત માહિતી અનુસાર વિજય મેર નામનો 32 વર્ષીય યુવક પોતાના ઘર પાસે મિત્ર ગોપીની સાથે મોબાઈલમાં રમી ગેમ રમી રહ્યો હતો. આ સમયે બાઈકમાં બે જેટલા શખ્સો ધસી આવ્યા હતા. જે પૈકી એક શખ્સે પોતાનું મોઢું દુકાનેથી ઢાંકી રાખ્યું હતું. જ્યારે કે એક શખ્સનું મોઢું ખુલ્લું હતું. અચાનક આવી ચડેલા શખ્સોએ વિજય મેર ને છરી અને ધારિયાના ઘા મારી તેની હત્યા નિપજાવી છે.

2c11f777 9a31 4689 befd 984f43dc652d

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાને ગત ઓકટોબર મહિનામાં પોતાના જ વિસ્તારમાં રહેતી એક સગીરાનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને રાજસ્થાન સહિતની જગ્યાએ લઈ ગયો હતો. પોલીસે આખરે યુવાન અને સગીરાને માણાવદર ખાતે થી એપ્રિલ મહિનામાં ઝડપી પાડયા હતા. જે તે સમયે સગીરાના પરિવારજનોની ફરિયાદ પરથી પોલીસે યુવાન વિરુદ્ધ અપહરણ તેમજ ત્યારબાદ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવા ના કારણે યુવાન વિરુદ્ધ પોકસોની તેમજ દુષ્કર્મની કલમ પણ નોંધવામાં આવી હતી.

સમગ્ર મામલે પોલીસ દ્વારા યુવાનને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ આરોપી એક મહિના સુધી જેલમાં રહ્યો હોવાનું પણ હાલ પોલીસને જાણવા મળી રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે 32 વર્ષીય વિજયની હત્યા સગીરાના પરિવારજનો દ્વારા કરવામાં આવી હોવાનું વિજયના પરિવારજનોએ શંકા સેવી છે. ત્યારે હાલ પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ SBI bank net banking password: બેન્કિંગ ફ્રોડથી બચવા માટે સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો જરૂરી, SBIએ જણાવી 8 પદ્ધતિ

Whatsapp Join Banner Guj