Banking Fraud app

SBI bank net banking password: બેન્કિંગ ફ્રોડથી બચવા માટે સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો જરૂરી, SBIએ જણાવી 8 પદ્ધતિ

SBI bank net banking password: SBIએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, તમે તમારો પાસવર્ડ કેવી રીતે સ્ટ્રોંગ રાખી શકો છો? તેનાથી તમને ઓનલાઈન ફ્રોડથી બચવામાં મદદ મળશે

કામની વાત, 20 ઓગષ્ટઃ SBI bank net banking password: દેશમાં વધી રહેલા ઓનલાઈન ફ્રોડને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ લોકોને નેટબેકિંગ કે મોબાઈલ બેન્કિંગનો પાસવર્ડ સ્ટ્રોંગ રાખવાની સલાહ આપી છે. SBIએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, તમે તમારો પાસવર્ડ કેવી રીતે સ્ટ્રોંગ રાખી શકો છો? તેનાથી તમને ઓનલાઈન ફ્રોડથી બચવામાં મદદ મળશે.

આ પણ વાંચોઃ Rakhi Gift: રક્ષાબંધનપર બહેનોને ગિફ્ટ આપવામાં કન્ફ્યુઝ્ડ છો તો જરુરથી વાંચો આ 10 આઇડિયા..!

આ રીતે પાસવર્ડ સ્ટ્રોંગ બનાવી શકો છો

  • પાસવર્ડમાં ‘Uppercase’ અને ‘Lowercase’ બંનેની કોમ્બિનેશન હોય. જેમ કે- aBjsE7uG।
  • પાસવર્ડમાં નંબર અને સિમ્બોલ એ બંનેનો ઉપયોગ કરો. જેમ કે- AbjsE7uG61!@
  • તમારા પાસવર્ડમાં ઓછામાં ઓછા 8 લેટર્સ હોવા જોઈએ. જેમ કે- aBjsE7uG
  • કોમન ડિક્શનરી શબ્દો જેમ કે ‘itislocked’ અને ‘thisismypassword’નો ઉપયોગ ના કરો.
  • કીબોર્ડ પાથ જેમ કે ‘qwerty’ કે ‘asdfg’નો ઉપયોગ ના કરવો જોઈએ. તેની જગ્યાએ “:)”, “:/’ નો ઉપયોગ કરો.
  • બહુ કોમન પાસવર્ડ જેમ કે 12345678 કે abcdefg ના વાપરો.
  • સરળતાથી અંદાજો લગાવી શકાય તેવા સબ્સટિટ્યુશનનો ઉપયોગ ના કરો. જેમ કે- DOORBELL-DOOR8377
  • પાસવર્ડમાં તમારું નામ અને જન્મતારીખ ના ઉમેરો. જેમ કે – Ramesh@1967।

SBIએ હોમ, કાર, પર્સનલ અને ગોલ્ડ લોન પર પ્રોસેસિંગ ફી ના લેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત SBIએ ગોલ્ડ લોન પર 0.50% અને કાર લોન પર 0.25% છૂટ આપવાનો નિર્ણય કયો છે. કાર લોન પર છૂટનો લાભ લેવા માટે તમારે યોનો એપમાંથી અપ્લાય કરવાનું રહેશે.

આ પણ વાંચોઃ Taliban stop import-export From india: તાલિબાને ભારત સાથે વ્યાપારિક સંબંધો તોડ્યા,આયાત-નિકાસ બંધ- વાંચો શું છે મામલો ?

હવે તમને ગોલ્ડ લોન અને કાર લોન 7.50% વ્યાજદર પર મળશે. આ ઉપરાંત કોરોના વોરિયરને પર્સનલ લોનમાં 0.50%ની છૂટ મળશે. SBI 6.70% પર લોન આપી રહ્યું છે.

Whatsapp Join Banner Guj