Estimates of old vehicles in gujarat

Estimates of old vehicles in gujarat: ગુજરાતમાં 15 વર્ષથી જૂના 34 લાખ વાહનો હોવાનો RTOનો અંદાજ

Estimates of old vehicles in gujarat: કેન્દ્ર સરકારે જૂના વાહનોને સ્ક્રેપ પોલીસીની જાહેરાત કરી તે પછી કાઢવામાં આવેલા ડેટાને આધારે આ વિગતો આપવામાં આવી છે

અમદાવાદ, 20 ઓગષ્ટ: Estimates of old vehicles in gujarat: ગુજરાતમાં 15 વર્ષથી જૂના હોય તેવા વાહનોની સંખ્યા 34 લાખની હોવાનું આરટીઓએ તૈયાર કરેલા ડેટા પરથી જાણવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકારે જૂના વાહનોને સ્ક્રેપ પોલીસીની જાહેરાત કરી તે પછી કાઢવામાં આવેલા ડેટાને આધારે આ વિગતો આપવામાં આવી છે.

આ તમામ વાહનોને સ્ક્રેપમાં નાખી દેવાની ફરજ પડશે તેવું અત્યારે જણાઈ રહ્યું છે. ગુજરાત સરકારના પણ અંદાજે 13000 વાહનો 15 વર્ષથી વધુ જૂના હોવાથી તેને પણ ભંગારમાં કાઢી નાખવાની નોબત આવશે.

આ પણ વાંચોઃ SBI bank net banking password: બેન્કિંગ ફ્રોડથી બચવા માટે સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો જરૂરી, SBIએ જણાવી 8 પદ્ધતિ

પહેલી ઓક્ટોબર 2021થી આ પોલીસીનો અમલ કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ચાર દિવસ પહેલા જ જાહેરાત કરી છે. તેમાં 15 વર્ષથી જૂના કોમર્શિયલ વેહિકલ અને 20 વર્ષથી જૂના પેસેન્જર વેહિકલને સ્ક્રેપ કરી દેવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તદુપરાંત ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થનારા વાહનોને પણ સ્ક્રેપ કરવાની ફરજ પાડવામાં આવશે. 

કેન્દ્ર સરકારની આ જાહેરાતને પરિણામે જ ગુજરાતની આરટીઓ કચેરીએ આ ડેટા એકત્રિત કરવાની કામગીરી ચાલુ કરી હતી. તેમની પાસેથી મળતા આંકડાઓ મુજબ 21 લાખ થ્રી વ્હિલર અને ફોર વ્હિલર સ્ક્રેપમાં નાખી દેવાને પાત્ર છે. તદુપરાંત ટ્રક, ટ્રેઈલર મળીને ગુજરાતમાં ભંગારમાં નાખી દેવા પડે તેવા અંદાજે 35 લાખ વાહનો હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Taliban stop import-export From india: તાલિબાને ભારત સાથે વ્યાપારિક સંબંધો તોડ્યા,આયાત-નિકાસ બંધ- વાંચો શું છે મામલો ?

Whatsapp Join Banner Guj