Earthquake in Gujarat: ગુજરાતના આ શહેરોમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ- વાંચો વિગત

Earthquake in Gujarat: જામનગરથી ૧૪ કિ.મી.પશ્ચિમ-દક્ષિણ દિશાએ બેડ નજીક ગઇ કાલે સાંજે ૭.૧૩ વાગ્યે ૪.૩ની તીવ્રતાના ધરતીકંપે આજુૂબાજુના વિસ્તારોનો ધરતી ધુ્રજાવી દીધી હતી

રાજકોટ,20 ઓગષ્ટ : Earthquake in Gujarat: સૌરાષ્ટ્રના જામનગરથી ૧૪ કિ.મી.પશ્ચિમ-દક્ષિણ દિશાએ બેડ નજીક ગઇ કાલે સાંજે ૭.૧૩ વાગ્યે ૪.૩ની તીવ્રતાના ધરતીકંપે આજુૂબાજુના વિસ્તારોનો ધરતી ધુ્રજાવી દીધી હતી. લોકોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી. મકાનોમાં હલચલ અનુભવાઈ હતી, બારીબારણા ખખડયા હતા અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. કચ્છના રાપરમાં ગત તા.૪ ઓગષ્ટે ૪.૦ના ભૂકંપના પખવાડિયામાં જ સૌરાષ્ટ્રમાં બીજો ભૂકંપ નોંધાયો છે.

આ પણ વાંચોઃ Rashi Bhavishya: મહિનાના અંત સુધી આ રાશિના જાતકોને થશે લાભ અને મળશે સફળતા, ગ્રહ-નક્ષત્ર આપી રહ્યા છે સંકેત

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તેમજ ઈન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ એ સરકારની બન્ને સંસ્થામાં  આ ભૂકંપ નોંધાયો છે જે ૨૨.૩૯૭ અક્ષાંસ અને ૬૯.૯૫૪ રેખાંશ પર જમીનથી ૧૦ કિ.મી. ઉંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવે છે. આ ભૂકંપની ભુતળમાં અસર સિસ્મોલોજીના મેપ પર છેક રાજકોટ,,કચ્છ,પોરબંદર અને દક્ષિણે વેરાવળ સુધીની જણાવાઈ છે.

આ ઉપરાંત ઉનાથી ૨૧ કિ.મી.ના અંતરે આજે બપોરે ૧.૪૮ વાગ્યે ૨.૨નો હળવો ધરતીકંપ નોંધાયો હતો. આ પહેલા ઉનામાં તા.૧૭ મેના ૪.૫નો તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જ્યારે કચ્છમાં રાપર ઉપરાંત ભચાઉમાં તા.૧૮ જૂને ૪.૨ અને તા.૭ જાન્યુઆરીએ ૪.૦નો ભૂકંપ નોંધાયો હતો. ગત માત્ર ત્રણ માસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ૪થી વધુ તીવ્રતાના ૪ ભૂકંપ નોંધાયા છે. 

આ પણ વાંચોઃ Government approves palm oil mission: પામ ઓયલ મિશનને મોદી સરકારે આપી મંજૂરી, આટલા હજાર કરોડ રૂપિયાનો થશે ખર્ચ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj