silver seized

silver seized: રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડાતી મોટી માત્રામાં ચાંદીનો જથ્થો ઝડપ્યો- વાંચો વિગત

silver seized: ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી આશરે 143 કિલો અને 200 ગ્રામ ચાંદી મળી આવી

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 14 ઓક્ટોબરઃ silver seized: રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે અનેકો પ્રતિબંધિત અને ગેરકાયદેસર વસ્તુઓ આવતી હોય છે. ત્યારે ગુજરાત -રાજસ્થાન બોર્ડર માવલ ચોકી પર રિકો પોલીસે મોટી કાર્યવાહી કરીને 143 કિલો ગેરકાયદેસર ચાંદીનો જથ્થો ઝડપ્યો છે. ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી આશરે 143 કિલો અને 200 ગ્રામ ચાંદી મળી આવી છે.લગભગ 9 નાના-મોટા પેકેટમાં ચાંદી લઈ જવામાં આવી રહી હતી

ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસ ઉત્તર પ્રદેશથી ગુજરાત જઈ રહી હતી. ત્યારે ચાંદીની પાટો મુસાફરની સીટ નીચે છુપાવીને રાખવામાં આવી હતી. રિકકો પોલીસે બસમાં સવાર એક યુવકની અટકાયત કરી છે. જ્યારે બસમાં સવાર મુસાફરોને અન્ય વાહનમાં મોકલવામાં આવ્યા છે. ખાનગી બસને આબુરોડ રિકો પોલીસ સ્ટેશન લઈ જવાઈ છે.

768c102c 9ecf 4c60 a477 7dcecfbe8e63

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે આજે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા પહેલા એક ખાનગી બસમાંથી 143 કિલો 264 ગ્રામ ચાંદી ઝડપાઈ છે, જેની આશરે કિંમત 86 લાખ રૂપિયા છે. તેણે આબુરોડ રિકકો પોલીસે પકડી પાડી છે.

143 કિલો ચાંદીને બસના સીટ નીચે છુપાવીને ગુજરાતમાં લાવવાની કોશિશને નાકામ કરી એક વ્યક્તિની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. 143 કિલો ચાંદી સાથે બસને કબ્જે કરી હતી. આ બસ ઉત્તર પ્રદેશથી ગુજરાત જતી હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ Ahmedabad Station Gets Platinum Rating: ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઈજીબીસી) દ્વારા અમદાવાદ સ્ટેશનને આપવામાં આવી “પ્લેટિનમ રેટિંગ”

આ પણ વાંચોઃ Vande Bharat Express to New Delhi from Una: પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના ઉનાથી નવી દિલ્હી માટે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી

Gujarati banner 01