2000 Note

2000 Notes Banned: દેશમાં ફરી એકવાર નોટબંધી! RBIએ 2000ની નોટને લઈને મોટી જાહેરાત કરી

2000 Notes Banned: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આદેશ બહાર પાડીને 2000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી

નવી દિલ્હી, 19 મેઃ 2000 Notes Banned: ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ પર મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આદેશ બહાર પાડીને 2000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા 2000 રૂપિયાની નોટ હવે વધુ નહીં આપે તેમ જ જે લોકો પાસે 2000 રૂપિયાની નોટ છે તેમને આગામી દિવસો દરમિયાન આ પૈસા બેંકમાં જમા કરવા પડશે.

પૈસા બેંકમાં જમા કરવા માટે આકરા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. જે પ્રમાણે 23 તારીખથી શરૂ કરીને 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરી શકો છો. તેમજ આ પૈસા 20,000 રૂપિયાથી વધુ ન હોઈ શકે.

મળતી માહિતી મુજબ, રિઝર્વ બેંકે આ નિર્ણય ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ લીધો છે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકમાં જમા કરાવી શકાશે. વર્ષ 2016માં રિઝર્વ બેંક દ્વારા નોટબંધી બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી.

જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓથી બજારમાં 2000 રૂપિયાની નોટો ઓછી દેખાતી હતી. લોકોએ કહ્યું કે એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ પણ બહાર નથી આવી રહી. આ અંગે સરકારે સંસદમાં માહિતી પણ આપી હતી.

આ પણ વાંચો… DRUCC Meeting: અમદાવાદ મંડળ પર મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની ત્રીજી બેઠકનું આયોજન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો