7 indian soldiers killed in snow storm

7 indian soldiers killed in snow storm: બરફના તોફાનની ઝપટમાં આવી ગયેલા સેનાના 7 જવાન શહીદ

7 indian soldiers killed in snow storm: સેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તપાસ અને બચાવ અભિયાન પૂરું થઈ ગયું છે અને તમામ સાત જવાનોના મૃતદેહ હિમસ્ખલનની જગ્યાએથી મળી આવ્યા

નવી દિલ્હી, 08 ફેબ્રુઆરીઃ 7 indian soldiers killed in snow storm: અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરના ઉંચાઈવાળા વિસ્તારમાં હિમસ્ખલનમાં ફસાયેલા ભારતીય સેનાના 7 જવાન શહીદ થયા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહીદ 7 જવાનોના મૃતદેહ હિમસ્ખલન ધરાવતા વિસ્તારમાંથી મળી આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સેનાની એક ટૂકડી રવિવારે સર્જાયેલા હિમસ્ખલનમાં ફસાઈ ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ રહી હતી. આ ઘટના અંગે જાણકારી મળ્યા બાદ બચાવ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ માટે ખાસ ટીમોને એરલિફ્ટ કરવામાં આવી હતી.

સેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તપાસ અને બચાવ અભિયાન પૂરું થઈ ગયું છે અને તમામ સાત જવાનોના મૃતદેહ હિમસ્ખલનની જગ્યાએથી મળી આવ્યા છે. આ કમનસીબ બાબત છે કે અમારાથી શક્ય તમામ પ્રયત્નો કરવા આવવા છતાં જવાનોની બચાવી શકાયા નથી. તમામ સાત જવાનના મૃત્યુની પુષ્ટી કરવામાં આવી છે.

જે જગ્યાએ હિમસ્ખલનનો જવાનો ભોગ બન્યા હતા તે જગ્યા સમુદ્રની સપાટીથી 14,500 ફૂટની ઊંચાઈ પર આવેલી છે અને છેલ્લા કેટલાક દિવસથી ભારે હિમવર્ષા થઈ રહી હતી. આ અગાઉ મે,2020માં પણ આ પ્રકારના હિમસ્ખલનની ઘટનામાં ભારતીય સેનાએ બે જવાન ગુમાવ્યા હતા, તેઓ સિક્કીમમાં પેટ્રોલિંગ કરતી વખતે આ કુદરતી ઘટનાનો ભોગ બન્યા હતા. સરકારે સંસદમાં ફેબ્રુઆરી,2020માં રજૂ કરેલી માહિતી પ્રમાણે સેનાએ હિમસ્ખલન અને બરફના તોફાનમાં વર્ષ 2019માં સિયાચીન ગ્લેસિયરમાં છ જવાન ગુમાવ્યા હતા અને અન્ય 11 જવાનોને ઈજા પહોંચી હતી.

આ પણ વાંચોઃ Munmun Dutta arrested: બબીતાજીની થઇ ધરપકડ 4 કલાક બાદ જામીન પર છૂટકારો, જાણો શું છે મામલો?

કેન્દ્ર સરકારે સંસદમાં એવી પણ માહિતી આપી હતી કે ઉંચાઈવાળા વિસ્તારોમાં સામેલ તમામ સશસ્ત્ર દળોને ખાસ તાલીમ આપવામાં આવે છે. જેમા તેમને પર્વતીય શિલ્પ, બરફ શિલ્પ અને પહાડોમાં હિમાચ્છાદિત વિસ્તારોમાં જીવિત રહેવાની અને હિમસ્ખલન જેવી કોઈ પણ ઘટનાનો સામનો કરવા માટે તાલીમ આપવામાં આવે છે, જેથી પેટ્રોલિંગ સમયે આપદાની સ્થિતિનો સામનો કરી શકાય.

Gujarati banner 01