Hijab Vs Saffron Controversy

Hijab Vs Saffron Controversy: હિજાબ Vs ભગવા વિવાદ વધતા રાજ્ય સરકારે 3 દિવસ સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો આદેશ- વાંચો સંપૂર્ણ અહેવાલ

Hijab Vs Saffron Controversy: વીડિયોમાં કર્ણાટકના શિમોગામાં એક કોલેજમાં એક છોકરો પોલ પર ચડીને તિરંગાને સાઈડમાં રાખીને ભગવો ઝંડો લહેરાવતો દેખાય છે

નવી દિલ્હી, 08 ફેબ્રુઆરીઃ Hijab Vs Saffron Controversy: કર્ણાટકમાં બુરખા પર પ્રતિબંધ મૂકવાના વિવાદ દરમિયાન એક વધુ વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. એમાં કર્ણાટકના શિમોગામાં એક કોલેજમાં એક છોકરો પોલ પર ચડીને તિરંગાને સાઈડમાં રાખીને ભગવો ઝંડો લહેરાવતો દેખાય છે. કથિત રીતે વિદ્યાર્થીએ રાષ્ટ્રધ્વજને હટાવીને ત્યાં ભગવો ઝંડો લહેરાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

વીડિયોમાં દેખાય છે કે એક વિદ્યાર્થી પોલ પર ચડી રહ્યો છે અને તેના હાથમાં ભગવો ઝંડો છે. નીચે અમુક લોકો ઊભા છે જેઓ નારેબાજી કરી રહ્યા છે. ત્યાં ભેગા થયેલા વિદ્યાર્થીઓ પણ ભગવો ઝંડો અથવા શોલ હવામાં લહેરાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જે વિદ્યાર્થી પોલ પર ભગવો ઝંડો લહેરાવવા ચડ્યો છે તે RSSની વિંગ એબીવીપીનો સભ્ય છે. કર્ણાટકમાં ભગવા અને હિજાબ વિવાદ વકરતા અહીં રાજ્ય સરકારે 3 દિવસ સુધી સ્કૂલ-કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો છે. આવતી કાલે અઢી વાગે ફરી કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી કરાશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, શિમોગામાં મંગળવારે સવારે પથ્થરમારાની ઘટના પછી અહીં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું હતું કે કર્ણાટકની અમુક શૈક્ષણિક સંસ્થાની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અહીં વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજને ભગવા સાથે બદલી રહ્યા છે. મને લાગે છે કે આ વિવાદથી પ્રભાવિત સંસ્થાઓમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એને એક સપ્તાહ સુધી બંધ કરી દેવી જોઈએ. શિક્ષણ ઓનલાઈન પણ ચાલુ રહી શકે છે.

આ પણ વાંચોઃ 7 indian soldiers killed in snow storm: બરફના તોફાનની ઝપટમાં આવી ગયેલા સેનાના 7 જવાન શહીદ

કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ વિવાદની સુનાવણી અને એ પહેરવા વિશે વિદ્યાર્થિનીઓ અને સરકાર આમને-સામને આવી ગઈ છે. કર્ણાટકમાં હાઈકોર્ટમાં સુનાવણી પહેલાં પણ મંગળવારે ભગવા શોલ પહેરેલા વિદ્યાર્થીઓ અને હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓ આમને-સામને આવી ગયાં હતાં. બાગલકોટમાં પથ્થરમારા પછી વિરોધ પ્રદર્શન હિંસક થઈ ગયું હતું અને પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

વિવાદ વધતો જોઈને કર્ણાટકના વિજયપુરાની બે કોલેજ શાંતેશ્વરા પીયુ અને જીઆરબી કોલેજમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે ઉડ્ડીપી કોલેજમાં વિદ્યાર્થીનીઓને હિજાબ સાથે આવવાની મંજૂરી આપવામાં આવી છે. બીજી બાજુ કુંડાપુરાએ સરકારી પીયુ કોલેજના કેમ્પસમાં સોમવારે મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરીને આવવાની મંજૂરી આપી છે. પરંતુ સાથે એવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે તે લોકો અલગ ક્લાસમાં બેસશે. આ વિદ્યાર્થીનીઓ કોલેજ ગેટની બહાર કોલેજ શરૂ થાય ત્યારથી પૂરુ થાય સુધી પ્રદર્શન કરી રહી છે.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધી હિજાબ અને ભગવા વિશે કોઈ વિવાદ નહતો. ભાજપ સરકાર જાણીજોઈને આ મુદ્દો ચગાવી રહ્યો છે. ભાજપ આ મુદ્દે રાજનીતિ કરવા માંગે છે. રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે ટ્વિટ કરીને આ મુદ્દાને ભાજપનો એજન્ડા ગણાવ્યો છે. તેમણે આ મુદ્દાને અંગત આઝાદી માટે જોખમ પણ ગણાવ્યું છે.

કેવી રીતે શરૂ થયો હિજાબ vs ભગવા વિવાદ?
કર્ણાટકના કુંડાપુરા કોલેજની 28 મુસ્લિમ વિદ્યાર્થિનીને હિજાબ પહેરીને ક્લાસ અટેન્ડ કરતાં રોકવામાં આવી હતી. આ ઘટના વિશે વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટમાં અરજી કરતાં કહ્યું હતું કે ઈસ્લામમાં હિજાબ ફરજિયાત છે, તેથી એની મંજૂરી આપવી જોઈએ. છોકરીઓના હિજાબ પહેરવા વિશેના જવાબમાં હિન્દુ સંગઠનોના છોકરાઓએ કોલેજ કેમ્પસમાં ભગવા શાલ પહેરવા કહ્યું હતું. જ્યારે હુબલીમાં શ્રીરામ સેનાએ કહ્યું હતું કે જે લોકોએ બુરખો અથવા હિજાબ પહેરવાની માગણી કરી છે, તેઓ પાકિસ્તાન જઈ શકે છે. એવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે કે હિજાબ પહેરીને શું ભારતને પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે?

કર્ણાટકમાં હિજાબ વિશેનો વિવાદ 1 જાન્યુઆરીએ શરૂ થયો હતો
અહીં ઉડ્ડીપીમાં 6 મુસ્લિમ વિદ્યાર્થિનીએ હિજાબ પહેર્યો હોવાથી તેમને ક્લાસરૂમમાં બેસતા રોકવામાં આવી હતી. ત્યાર પછી આ છોકરીઓએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. છોકરીઓની દલીલ છે કે હિજાબ પહેરવાની મંજૂરી ના આપવી એ બંધારણીય અનુચ્છેદ 14 અને 25 અંતર્ગત તેમના મૌલિક અધિકારનું હનન છે.

Gujarati banner 01