A Raja controversial statement

A Raja controversial statement: ‘હમ સબ રામ કે શત્રુ હૈ, રામાયણ પર વિશ્વાસ નહીં’, DMK નેતાએ કરી વિવાદીત ટિપ્પણી- જુઓ વીડિયો

A Raja controversial statement: એ. રાજાએ 3 માર્ચે તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના જન્મદિવસ પર કોઈમ્બતોરમાં યોજાયેલી બેઠકમાં વિવાદીત નિવેદન આપ્યું

નવી દિલ્હી, 05 માર્ચઃ A Raja controversial statement: તામિલનાડુના DMK સાંસદ એ. રાજાએ ભારતને એક દેશ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. 5 માર્ચે તેમણે કહ્યું હતું કે ભારત ક્યારેય એક દેશ નહોતો. દેશ એટલે એક ભાષા, એક સંસ્કૃતિ અને એક પરંપરા. પછી એ દેશ કહેવાય. એ. રાજાએ 3 માર્ચે તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના જન્મદિવસ પર કોઈમ્બતોરમાં યોજાયેલી બેઠકમાં આ નિવેદન આપ્યું હતું.

એ. રાજાએ કહ્યું, “ભારત એક ઉપખંડ છે. એનું કારણ શું છે? અહીં ઘણી પરંપરાઓ અને સંસ્કૃતિઓ છે. તામિલનાડુમાં એક ભાષા-એક સંસ્કૃતિ છે. એ એક દેશ છે. મલયાલમ એક ભાષા છે, તેમનું એક રાષ્ટ્ર છે. ઓડિશા એક દેશ છે, ત્યાં એક ભાષા છે. કેરળમાં અલગ દિલ્હીમાં અલગ ભાષા અને સંસ્કૃતિ છે. આ બધા દેશો મળીને ભારત બનાવે છે, તેથી ભારત એક દેશ નથી, પરંતુ એક ઉપખંડ છે.”

એ. રાજાએ કહ્યું, “મણિપુરમાં કૂતરાનું માંસ ખાવામાં આવે છે, કેમ. હા, તેઓ ખાય છે. એ સંસ્કૃતિ છે. એમાં કંઈ ખોટું નથી. એ બધું આપણા મગજમાં છે. કાશ્મીરમાં એક અલગ સંસ્કૃતિ છે. તમારે એને સ્વીકારવું પડશે. “જો કોઈ સમુદાય બીફ ખાય છે, તો તમને શું સમસ્યા છે? તેણે તમને ખાવા માટે કહ્યું? વિવિધતામાં એકતા છે. આપણે બધા જુદા છીએ, એ સ્વીકારો.”

DMK નેતા એ. રાજા વીડિયોમાં કહેતા જોવા મળે છે કે જો તમે કહો કે આ તમારા ભગવાન અને ભારત માતા કી જય છે, તો અમે તે ભગવાન અને ભારત માતાને ક્યારેય સ્વીકારીશું નહીં. તેમને કહો કે આપણે બધા રામના દુશ્મન છીએ. મને રામાયણ અને ભગવાન રામમાં વિશ્વાસ નથી. એ. રાજાએ ભગવાન હનુમાનની તુલના વાનર સાથે કરી ‘જય શ્રીરામ’ના નારાને ઘૃણાસ્પદ ગણાવ્યા.

આ પણ વાંચોઃ Vedic Clock: ઉજ્જૈનમાં લાગી દુનિયાની પ્રથમ વૈદિક ઘડીયાળ, હવે ટાઇમ સાથે શુભ મુહૂર્તની પણ મળશે જાણકારી

DMK સાંસદે કહ્યું, “પાણીની ટાંકીમાંથી પાણી રસોડામાં તેમજ શૌચાલયમાં આવે છે. આપણે રસોડામાં એ પાણીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શૌચાલયમાંથી લાવેલા પાણીનો રસોડામાં ઉપયોગ કરતા નથી. એનું કારણ શું છે? આપણને મનોવૈજ્ઞાનિક સમસ્યા છે. પાણી સરખું જ છે, પણ એ ક્યાંથી આવે છે એ અંતર પેદા કરી દે છે. આપણે જાણીએ છીએ કે આ રસોડું છે અને આ શૌચાલય છે.”

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો