vedic clock

Vedic Clock: ઉજ્જૈનમાં લાગી દુનિયાની પ્રથમ વૈદિક ઘડીયાળ, હવે ટાઇમ સાથે શુભ મુહૂર્તની પણ મળશે જાણકારી

Vedic Clock: આ વૈદિક ઘડિયાળ ઉજ્જૈનના જીવાજી ઓબ્ઝર્વેટરી પાસે લગાવવામાં આવી છે.

ધર્મ ડેસ્ક, 05 માર્ચઃ Vedic Clock: પ્રધાનમંત્રી મોદીએ મહાકાળની નગરી ઉજ્જૈનમાં વૈદિક ઘડીયાળનું લોકાર્પણ કર્યું હતું. તેને જ્યોતિષીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ ગણવામં આવે છે. સાથે જ ઉજ્જૈન મહાદેવના દર્શન પહોંચનાર શ્રદ્ધાળુઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. વૈદિક ઘડિયાળને લઇને કહેવામાં આવે છે કે તેનો સંબંધ સદીઓ જૂના ઇતિહાસ સાથે છે. 

માનવામાં આવે છે કે 1906 પહેલા વૈદિક ઘડિયાળ દ્વારા સમયની ગણતરી કરવામાં આવતી હતી. તમને જણાવી દઈએ કે ઘડિયાળ ઉજ્જૈનના જીવાજી ઓબ્ઝર્વેટરી પાસે લગાવવામાં આવી છે. અને તેને લગભગ 85 ફૂટના ટાવર પર સ્થાપિત કરવામાં આવ્યો છે. આ ઘડિયાળની વિશેષતા એ છે કે તે સમયની સાથે સાથે શુભ સમય પણ જણાવે છે.

આ પણ વાંચોઃ Board Exam update: 11 માર્ચથી શરુ થશે ધો 10-12ની બોર્ડ એક્ઝામ, શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છાની સાથે આપી મહત્વની જાણકારી- વાંચો વિગત

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ઉજ્જૈનને ભારતનું મધ્ય મેરિડીયન માનવામાં આવતું હતું. આ રેખા પૃથ્વી પર એક કાલ્પનિક રેખા જેવી છે, જે પૃથ્વીને બે ભાગમાં વહેંચે છે. તે જ સમયે, ઉજ્જૈન દેશના સમયનો તફાવત નક્કી કરે છે. એવું માનવામાં આવે છે કે હિન્દુ કેલેન્ડરમાં, વિક્રમ સંવત ઉજ્જૈનથી શરૂ થાય છે. અને તેની ગણતરી આ વૈદિક ઘડિયાળમાંથી કરવામાં આવે છે.

આ ઘડીયાળને ઉજ્જૈનમાં જંતર મંતર પાસે જીવાજી વેધશાળામાં લગાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘડીયાળ ધીમે ધીમે રાશિફળ પણ બતાવશે. આ વૈદિક ઘડીયાળ ડિજિટલ છે. તેમાં એક કલાક 60 મિનિટની પરંતુ 48 મિનિટનો રહેશે એક દિવસમાં 24 નહી 30 કલાક હશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો