Mouth freshener case

Mouth freshener case: આ હોટલમાં આપવામાં આવ્યુ, એસિડવાળું માઉથ ફ્રેશનર, ગ્રાહકોને થઇ લોહીની ઉલ્ટી- જુઓ વીડિયો

Mouth freshener case: ગુરુગ્રામ પોલીસે આ મામલામાં રેસ્ટોરન્ટ મેનેજર ગગનદીપની ધરપકડ કરી

નવી દિલ્હી, 05 માર્ચઃ Mouth freshener case: હરિયાણામાં ગુરુગ્રામની એક રેસ્ટોરાંમાં માઉથ ફ્રેશનર ખવાથી 5 લોકોની તબિયત ખરાબ થવાના મામલે પોલીસે રેસ્ટોરાંના મેનેજરની ધરપકડ કરી લીધી છે. તેનો સંચાલક હજુ ફરાર છે.

મંગળવારે મોનેસરના ACP સુરેન્દ્ર સુરેન તપાસ માટે પહોંચ્યા ત્યારે રેસ્ટોરાં બંધ હતી. પોલીસે બધા જ દરવાજા ચેક કર્યા, પરંતુ બધા જ બંધ હતા. પોલીસને શંકા છે કે ઘટના પછી રેસ્ટોરાં સંચાલક તાળું મારીને ફરાર થઈ ગયો છે.

સોમવારે 3 દંપતી ગુરુગ્રામના સેક્ટર 90 સ્થિત સફાયર 90 લા ફોરેસ્ટા રેસ્ટોરાંમાં ભોજન કરવા ગયા હતા. અહીં અંકિત, તેની પત્ની નેહા, માનિક, તેની પત્ની પ્રીતિકા અને દીપક અરોરા અને તેની પત્ની હિમાનીએ સાથે ભોજન કર્યું. ભોજન કર્યા પછી રેસ્ટોરાંની મહિલા વેઇટર અમૃતપાલ કૌરે તેમને માઉથ ફ્રેશનર ઓફર કર્યું.

આ પણ વાંચોઃ A Raja controversial statement: ‘હમ સબ રામ કે શત્રુ હૈ, રામાયણ પર વિશ્વાસ નહીં’, DMK નેતાએ કરી વિવાદીત ટિપ્પણી- જુઓ વીડિયો

ગુરુગ્રામ પોલીસે આ મામલામાં રેસ્ટોરન્ટ મેનેજર ગગનદીપની ધરપકડ કરી છે. જાણવા મળ્યું છે કે રેસ્ટોરન્ટના સંચાલનની જવાબદારી ગગનદીપ પર હતી. તે દિલ્હીનો રહેવાસી છે. પોલીસ રેસ્ટોરન્ટના સંચાલકને પણ શોધી રહી છે, પરંતુ તે હજુ ફરાર છે.

ઉલ્લેખનીય છે કે, ડોક્ટરને જ્યારે વેઇટરે આપેલું પેકેટ બતાવવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ ડ્રાય આઈસ છે. આ એક પ્રકારનું જીવલેણ એસિડ છે, જેને ખાવાથી જીવ પણ જઈ શકે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો