Accident on rajasthan pali highway

Accident on rajasthan pali highway: રાજસ્થાન પાલી હાઇવે પર ગંભીર અકસ્માતમાં 7ના મોત, ટ્રેલરમાં 25 લોકો હતા સવાર

Accident on rajasthan pali highway: આ અકસ્માતમાં 7  લોકોનાં મોતના સમાચાર સામે આવ્યા છે, તો 20 યાત્રાળુને ઇજા થઈ

દાંતા, 20 ઓગષ્ટઃAccident on rajasthan pali highway: ગુજરાતના દાંતા તાલુકાના કૂકડી ગામના યાત્રાળુઓ રાજસ્થાન રામદેવરા બાબાનાં દર્શન કરવા જઈ રહ્યા હતા. એ સમય ગઈ રાત્રે રાજસ્થાનના પાલી હાઇવે પર રોંગ સાઈડથી આવતી ટ્રેકે ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7  લોકોનાં મોતના સમાચાર સામે આવ્યા છે, તો 20 યાત્રાળુને ઇજા થઈ હતી. 

ટ્રેલરમાં લગભગ 25 લોકો સવાર હતા. ટ્રેલર રામદેવર તરફ જઈ રહ્યું હતું. મળતી માહિતી મુજબ સુમેરપુર હાઈવે પર હાલમાં જ થયેલા અકસ્મતા પછી આ રસ્તો વન-વે કરી દેવાયો હતો. આ દરમિયાન બે ટ્રેલર વચ્ચે લગભગ 25 શ્રદ્ધાળુથી ભરેલું ટ્રેક્ટર રસ્તાની વચ્ચે ચાલી રહ્યું હતું. પાછળથી આવેલા એક ટ્રેલરે ટક્કર મારી હતી.

આ પણ વાંચોઃ Mumbai threatening phone call: મુંબઇ શહેરને આવ્યો ધમકીભર્યો ફોન, કહ્યુ- થશે 26/11 જેવો હુમલો

શ્રદ્ધાળુઓ ટ્રેલર સહિત આગળની તરફ ઊછળીને પડ્યા હતા. ટક્કરથી ટ્રેક્ટર આગળ ચાલી રહેલા ટ્રેલરથી જ ટકરાયા અને બંને ટ્રેલર વચ્ચે ફસાઈ ગયા હતા. વડાપ્રધાન મોદીને આ અકસ્માતની જાણ થતાં જ ટ્વીટ કરી લખ્યું કે રાજસ્થાનના પાલીમાં અકસ્માત થયો, જે ઘણું જ દુ:ખદ છે. મૃતકના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય એ માટે પ્રાર્થના.

આ પણ વાંચોઃ Machine based cleaning operations by 2024: મોદી સરકારે 2024 સુધી દેશના 500 શહેરોને મશીન આધારિત સફાઇ કામગીરી સાથે જોડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું

Gujarati banner 01