16 માર્ચ થી અમદાવાદ – પુણે (Ahmedabad – Pune) દુરંતો સ્પેશ્યલ ચાલશે

Ahmedabad - Pune

16 માર્ચ થી અમદાવાદ – પુણે (Ahmedabad – Pune) દુરંતો સ્પેશ્યલ ચાલશે

અમદાવાદ , ૧૩ માર્ચ: Ahmedabad – Pune: રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને કોવિડ -19 પહેલા ચલાવવામાં આવતી અમદાવાદ – પુણે દુરંતો એક્સપ્રેસને ફરીથી ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે: –

ADVT Dental Titanium

ટ્રેન નંબર 02297/02298 અમદાવાદ-પુણે-(Ahmedabad – Pune)અમદાવાદ દુરંતો સ્પેશ્યલ (અઠવાડિયામાં 3 દિવસ)

ટ્રેન નંબર 02297 અમદાવાદ – પુણે (Ahmedabad – Pune)સ્પેશ્યલ 16 માર્ચ 2021 થી દર મંગળવાર, શુક્રવાર અને રવિવારે અમદાવાદથી રાત્રે 22:30 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 07:10 વાગ્યે પુણે પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 02298 પુણે – અમદાવાદ સ્પેશ્યલ 15 માર્ચ 2021 થી દર સોમવાર, ગુરુવાર અને શનિવારે પુણેથી રાત્રે 21:35 વાગ્યે ચાલીને સવારે 06:25 વાગ્યે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન વસઇ રોડ અને લોનાવાલા સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસીના કોચ ઉપલબ્ધ રહેશે.

Whatsapp Join Banner Guj

ટ્રેન નંબર 02297 નું બુકિંગ 15 માર્ચ, 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

આ પણ વાંચો…વિદેશી એપને ટક્કર આપવા ભારતએ લોન્ચ કરી સ્વદેશી Bharat E market મોબાઇલ એપ- વાંચો વિગત