28 ફેબ્રુઆરી અને 1 માર્ચ ના રોજ અમદાવાદથી જોધપુર વચ્ચે (Ahmedabad to Jodhpur) વનવે સ્પેશિયલ દોડશે

Ahmedabad station

28 ફેબ્રુઆરી અને 1 માર્ચ ના રોજ અમદાવાદથી જોધપુર વચ્ચે (Ahmedabad to Jodhpur) વનવે સ્પેશિયલ દોડશે

અમદાવાદ , ૧૭ ફેબ્રુઆરી: પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદથી જોધપુર (Ahmedabad to Jodhpur) માટે વનવે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અમદાવાદથી 28 ફેબ્રુઆરી 2021 (રવિવાર) અને જોધપુરથી 1 માર્ચ 2021 (સોમવાર) ના રોજ ચાલશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: –

Railways banner

ટ્રેન નંબર 09411 અમદાવાદ – જોધપુર વનવે સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નંબર 09411 અમદાવાદ – જોધપુર વનવે સ્પેશિયલ (Ahmedabad to Jodhpur) 28 ફેબ્રુઆરી (રવિવાર) અને 1 માર્ચ 2021 (સોમવાર) ના રોજ 19:30 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને બીજા દિવસે 03:55 વાગ્યે જોધપુર પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન મહેસાણા, પાટણ, ભીલડી, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલોર, મોકલસર અને સમદડી સ્ટેશનો પર રોકાશે.

આ વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સામાન્ય વર્ગના આરક્ષિત કોચ રહેશે.

આ પણ વાંચો…first indian woman to be hanged: દેશમાં પહેલી વખત કોઈ મહિલાને થશે ફાંસીની સજા, જાણો કોણ છે આ મહિલા અને તેને શું કર્યો છે ગુનાહ..!