dia mirza wedding 32 202102202632

feminism: દિયા મિર્ઝાના લગ્નના ફોટો ખૂબ ચર્ચામાં છે, તેનું કારણ એક્ટ્રેસ નહીં પણ છે લગ્ન કરાવનારી મહિલા પંડિત

feminism

બોલિવુડ ડેસ્ક, 17 ફેબ્રુઆરીઃ બોલિવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝા સોમવારના રોજ બિઝનેસ મેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે. ટૂંક સમયમાં જ દિયાના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. વાયરલ થયેલા ફોટોઝમાં એક ખાસ ફોટો છે. જેની પર ફેન્સ ખૂબ જ લાઇક કરી રહ્યાં છે સાથે તેની પર કમેન્ટ કરી રહ્યાં છે.

આ ફોટોગ્રાફ દિયા અને વૈભવના લગ્ન કરવાનારા પંડિતનો છે, જે એક મહિલા (feminism) છે. દિયાએ પોતાના ઇનસ્ટા હેન્ડલ પર અપલોડ કર્યો છે. આ ફોટોમાં દિયા અને વૈભવની સાથે મહિલા પંડિત આહુતિ આપતી જોવા મળે છે. આ મહિલાનું નામ શીલા અત્તા છે, દિયાએ ફોટો શેર કરતા મહિલા પંડિત શીલાનો આભાર માન્યો.

Whatsapp Join Banner Guj

ફેન્સ આ ફોટોની નોટિસ કરીને તેની પર કમેન્ટ કરી રહ્યાં છે, એક યૂઝરે લખ્યું છે કે, મહિલા પંડિત આ તો ખરેખર રીતે feminism (નારીવાદ) છે. બીજા એક યૂઝરે લખ્યું કે, મહિલા પંડિત જે પહેલીવાર જોવા મળી છે. તો એક યૂઝરે લખ્યું કે, જો હું ખોટો નથી તો આ મહિલા જ મંત્રો ઉચ્ચાર કરીને લગ્ન કરાવી રહી છે.

આ પણ વાંચો…

first indian woman to be hanged: દેશમાં પહેલી વખત કોઈ મહિલાને થશે ફાંસીની સજા, જાણો કોણ છે આ મહિલા અને તેને શું કર્યો છે ગુનાહ..!