Air Pollution

Air Pollution Report: ભારતમાં વાયુ પ્રદૂષણને લઈને ખતરનાક રિપોર્ટ, દર વર્ષે આટલા લોકોની થાય છે મોત

Air Pollution Report: વાયુ પ્રદૂષણના કારણે ભારતમાં દર વર્ષે 20 લાખથી વધુ લોકોનાં મોત થઈ રહ્યાંઃ રિપોર્ટ

નવી દિલ્હી, 01 ડિસેમ્બરઃ Air Pollution Report: વાયુ પ્રદૂષણને લગતો ચિંતાજનક અહેવાલ રજૂ થયો છે. આ અહેવાલ પ્રમાણે વિશ્વમાં વાયુ પ્રદૂષણના કારણે વર્ષે 83 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. ભારત-ચીનમાં સૌથી વધુ મોત થયા છે. આ બંને દેશમાં થઈને 45 લાખ જેટલાં લોકો દમ તોડી દે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, આઉટડોર વાયુ પ્રદૂષણના કારણે ભારતમાં દર વર્ષે 20 લાખથી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. ચીન પછી આ મામલે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. ચીનમાં વર્ષે 24 લાખ જેટલાં લોકો વાયુ પ્રદૂષણના કારણે મૃત્યુ પામે છે.

અહેવાલ પ્રમાણે કુલ વાયુ પ્રદૂષણમાંથી આઉટડોર વાયુ પ્રદૂષણના કારણે 61 ટકા લોકોનાં મોત થાય છે. આઉટડોર વાયુ પ્રદૂષણ એટલે કારખાનામાંથી ઉત્સર્જિત થતી ખરાબ હવા, ખેતીનો પાક લીધા બાદ વધેલો કચરો બાળવાથી નીકળતો વાયુ કે પછી સરકારીતંત્ર દ્વારા થતાં કચરાના નિકાલના કારણે સર્જાતો વાયુ મુખ્ય છે.

આ પણ વાંચો… Virat Kohli Retirement: T20 અને ODIમાંથી વિદાઈ લેશે કિંગ કોહલી? સામે આવી ચોંકાવનારી જાણકારી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો