Ajit Pawar

Ajit Pawar Join Shinde Government: મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ઉલટફેર, અજિત પવાર ભાજપમાં જોડાયા

  • અજિત પવારના શપથ લીધા બાદ મહારાષ્ટ્રમાં હવે બે ડેપ્યુટી સીએમ

Ajit Pawar Join Shinde Government: અજિત પવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં રાજભવન ખાતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

મુંબઈ, 02 જુલાઈઃ Ajit Pawar Join Shinde Government: મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. હકીકતમાં એનસીપી (NCP) નેતા અજિત પવારે પાર્ટી સાથે બળવો કર્યો અને ઘણા ધારાસભ્યો સાથે શિંદે સરકારમાં જોડાયા. અજિત પવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં રાજભવન ખાતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

અજિત પવારના શપથ લીધા બાદ મહારાષ્ટ્રમાં હવે બે ડેપ્યુટી સીએમ છે. તે જ સમયે, મહારાષ્ટ્ર કેબિનેટમાં NCPના ઘણા મંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં છગન ભુજબળથી માંડીને દિલીપ વલસે પાટીલનો સમાવેશ થાય છે.

જે મંત્રીઓએ શપથ લીધા છે તેમની સૂચી નીચે મુજબ છેઃ

  1. અજીત અનંતરાવ પવાર, નાયબ મુખ્યમંત્રી
  2. છગન ચંદ્રકાંત ભુજબળ, મંત્રી
  3. દિલીપરાવ દત્તાત્રય વાલસે-પાટીલ, મંત્રી
  4. હસન મિયાલાલ મુશ્રીફ, મંત્રી
  5. ધનંજય પંડિતરાવ મુંડે, મંત્રી
  6. ધર્મરાવબા ભગવંતરાવ આત્રામ, મંત્રી
  7. અદિતિ સુનીલ તટકરે, મંત્રી
  8. સંજય બાબુરાવ બંસોડ, મંત્રી
  9. અનિલ ભાઈદાસ પાટીલ, મંત્રી

આ પણ વાંચો… Millet’s Pizza: આંતરરાષ્ટ્રીય મિલેટ યર નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મિલેટ્સ પીત્ઝાનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો