Amit shah on Adani case: અદાણી-હિંડનબર્ગ કેસ અંગે ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન, વાંચો શું કહ્યું…

Amit shah on Adani case: ભાજપ માટે છુપાવવા જેવું કંઈ નથી અને ન કોઈ વાતથી ડરવાની જરૂર: અમિત શાહ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: Amit shah on Adani case: છેલ્લા 20 દિવસથી દેશ અને દુનિયામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. વિપક્ષ આ મુદ્દાને બહાને ગૃહથી લઈને રસ્તા પર સરકારને ઘેરી રહી છે. અમેરિકન સંસ્થા હિંડનબર્ગનો અહેવાલ બહાર આવ્યા બાદ અદાણી જૂથને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન આ અંગે સરકાર પર અનેક આકરા પ્રહારો કર્યા હતા. હવે આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન આવ્યું છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી છે. કેબિનેટના સભ્ય હોવાના નાતે મારા માટે અત્યારે આ મુદ્દે કંઈપણ કહેવું યોગ્ય નથી, પરંતુ ભાજપ માટે છુપાવવા જેવું કંઈ નથી અને ન કોઈ વાતથી ડરવાની જરૂર છે. અદાણી પ્રકરણને લઈને લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીનું ભાષણ લખનાર ટીમે વિચારવું જોઈએ.

PFI દેશમાં ધર્માંધતા અને કટ્ટરતા વધારતું સંગઠન: અમિત શાહ

અમિત શાહે કહ્યું, “PFI કેડર પર ઘણા કેસ હતા, તેમને ખતમ કરવાનું કામ કોંગ્રેસે કર્યું, જેને કોર્ટે અટકાવી દીધું. અમે PFI પર સફળતાપૂર્વક પ્રતિબંધ મૂક્યો. PFI દેશમાં ધર્માંધતા અને કટ્ટરતા વધારતું સંગઠન હતું. આતંકવાદનો એક પ્રકારની સામગ્રી તૈયારી કરવાનું કામ એ લોકો કરતા હતા. અમારી સરકારે વોટ બેંકની રાજનીતિથી ઉપર ઉઠીને PFI પર પ્રતિબંધ લગાવી દીધો.”

નક્સલવાદ લગભગ ખતમ થઈ ચુક્યો છે: ગૃહમંત્રી

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે બિહાર અને ઝારખંડમાં નક્સલવાદી વિદ્રોહ લગભગ ખતમ થઈ ગયો છે. મને ખાતરી છે કે અમે છત્તીસગઢમાં પણ ટૂંક સમયમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં સફળ થઈશું. જમ્મુ-કાશ્મીરમાં પણ આતંકવાદને લગતા તમામ પ્રકારના આંકડા સૌથી સારી સ્થિતિમાં છે.

શહેરોના નામ બદલવાના નિર્ણયોનો બચાવ કરવામાં આવ્યો 

શહેરોના નામ બદલવા માટે ભાજપને વારંવાર ટીકાઓનો સામનો કરવો પડે છે. ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે પાર્ટી અને સરકારનું વલણ રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે એક પણ શહેર એવું નથી કે જેનું જૂનું નામ ન હોય અને બદલ્યું હોય. અમારી સરકારોએ આ અંગે ઘણું વિચારીને નિર્ણયો લીધા છે અને દરેક સરકારને આ કાયદાકીય અધિકાર છે.

આ પણ વાંચો: Hardik pandya wedding: પરિવાર સંગ ઉદયપુર પહોંચ્યો હાર્દિક પંડ્યા, જાણો શા માટે ફરીથી કરી રહ્યા છો લગ્ન?

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો