AmritPal Singh

AmritPal Singh New video: ફરાર થયા બાદ અમૃતપાલે જાહેર કર્યો પહેલો વીડિયો, કહ્યું- કોઈ મારો….

AmritPal Singh New video: વીડિયોમાં ભાગેડુ અમૃતપાલને એવું કહેતા સાંભળી શકાય છે કે શીખોએ મોટા હેતુ માટે એક થવું પડશે

લુધિયાના, 29 માર્ચ: AmritPal Singh New video: ખાલિસ્તાની સમર્થક સંગઠન ‘વારિસ પંજાબ દે’ના નેતા ફરાર અમૃતપાલે હાલમાં જ વીડિયો જાહેર કર્યો છે. તેમણે ભારત અને વિદેશમાં શીખ સમુદાયના લોકોને અન્યાય સામે લડવા માટે આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે તેમના સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પર NSA લાદવામાં આવી છે. વીડિયોમાં ભાગેડુ અમૃતપાલને એવું કહેતા સાંભળી શકાય છે કે શીખોએ મોટા હેતુ માટે એક થવું પડશે.

આ વીડિયોમાં અમૃતપાલ સિંહે 18 માર્ચની ઘટના વિશે જણાવ્યું. સાથે જ તેણે કહ્યું કે સરકારે તમામ લોકો, મહિલાઓ અને બાળકો પર પણ અત્યાચાર કર્યો છે. સરકારે જત્થેદાર અકાલ તખ્તના 24 કલાકના આહ્વાનનું પણ પાલન કર્યું નથી. અમૃતપાલે તેના એક સાથીનો ઉલ્લેખ કર્યો, જેમાં તે કહે છે કે બાજેકા એક સામાન્ય શીખ હતા અને તેના પર NSA પણ લગાવી દેવામાં આવ્યો. 

AmritPal Singh New video: અમૃતપાલ સિંહે વિશ્વભરના તમામ શીખ સંગઠનોને બૈસાખી પર સરબત ખાલસામાં ભાગ લેવાની અપીલ કરી છે. સાથે જ તેણે કહ્યું કે, આ મામલે જત્થેદારે સ્ટેન્ડ લેવું જોઈએ અને તમામ જત્થેદાર અને ટકસલોએ પણ સરબત ખાલસામાં ભાગ લેવો જોઈએ.

ભાગેડુ અમૃતપાલ વધુમાં કહે છે કે, હું દેશ-વિદેશના તમામ શીખ લોકોને અપીલ કરું છું કે તેઓ બૈસાખી પર યોજાનાર સરબત ખાલસા કાર્યક્રમમાં ભાગ લે. લાંબા સમયથી, આપણો સમુદાય નાના મુદ્દાઓ પર મોરચો કાઢવામાં વ્યસ્ત છે. જો આપણે પંજાબના પ્રશ્નો હલ કરવા હોય તો આપણે સાથે રહેવું પડશે. સરકારે જે રીતે અમારી સાથે છેતરપિંડી કરી છે, તે ધ્યાનમાં રાખવું પડશે.

ઘણા સાથીઓની ધરપકડ કરવામાં આવી છે અને NSA લાગુ કરવામાં આવી છે, મારા ઘણા સાથીઓને આસામ મોકલવામાં આવ્યા છે. એટલા માટે હું તમામ શીખોને બૈસાખીના અવસર પર ભેગા થવાની અપીલ કરું છું. સરકારે જે રીતે લોકોમાં ડર પેદા કર્યો છે, તેઓ આ સરબત ખાલસામાં ભાગ લેવા તૈયાર છે. આ વખતની બૈસાખી ઐતિહાસિક હોવી જોઈએ.

તમને જણાવી દઈએ કે અમૃતપાલે તેનો એક રેકોર્ડ કરેલો વીડિયો પંજાબીમાં રિલીઝ કર્યો છે. આ વીડિયોમાં અમૃતપાલ ફરી એકવાર લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પોલીસ અને તંત્રને પડકાર ફેંકતો ફરાર અમૃતપાલ કહી રહ્યો છે કે હવે સમય આવી ગયો છે, લોકોએ સજ્જ થઈ જવું જોઈએ.

જો તમે જાગશો નહીં, તો તે ફરી ક્યારેય નહીં થાય. સાથે જ તે ફરી એકવાર પોલીસને પડકાર ફેંકી રહ્યો છે. તેની ધરપકડના મામલે અમૃતપાલ ખુલ્લેઆમ કહી રહ્યો છે કે કોઈ તેનો વાળ પણ વાંકો નહીં કરી શકે, બલ્કે તે એકદમ ઠીકઠાક છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો