Ram Navami 2023: આજ રામ નવમીના પાવન અવસરે કરો રામલ્લાની પૂજા, જાણો વિધિ અને મુહૂર્ત

Ram Navami 2023: હિંદુ ધર્મ શાસ્ત્રના મુજબ આ દિવસે ભગવાન શ્રી રામનુ જન્મ થયો હતો

ધર્મ ડેસ્ક, 30 માર્ચ: Ram Navami 2023: રામ નવમીનો તહેવાર ભારતમાં શ્રદ્ધા અને આસ્થાની સાથે ઉજવાય છે. રામનવમીના દિવસે જ ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ પણ થાય છે. હિંદુ ધર્મ શાસ્ત્રના મુજબ આ દિવસે ભગવાન શ્રી રામનુ જન્મ થયો હતો. તેથી આ શુભ તિથિને ભક્ત લોકો રામનવમીના રૂપમાં ઉજવે છે અને પવિત્ર નદીઓમાં સ્નાન કરી પુણ્યના ભાગીદાર હોય છે.

શાસ્ત્રો પ્રમાણે આજના દિવસે ભગવાન વિષ્ણુએ શ્રી રામ સ્વરુપે ધરતી પર જન્મ લીધો હતો. આજે ભગવાન રામની પૂજા કરવાનું વિશેષ મહાત્મ્ય છે. આ ખાસ દિવસે તમામ મઠ અને મંદિરોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ભગવાન શ્રી રામની પૂજા કરવામાં આવે છે.

આ વર્ષની રામનવમી ખૂબ જ ખાસ રહેવાની છે. કારણ કે, આ વખતે રામ નવમી પર અનેક દુર્લભ સંયોગો બન્યા છે. આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે ભગવાન રામનો જન્મ થયો હતો. ત્યારે પણ ચંદ્ર પોતાની સ્વરાશિમાં હતો. આ સિવાય આ દિવસે બીજા પણ ઘણા શુભ યોગ બની રહ્યા છે.

આ દિવસે શશ યોગ, ધન યોગ, ગુરુ પુષ્ય યોગ, સર્વસિદ્ધિ યોગ, આમ-સિદ્ધિ યોગ વગેરેની રચના થશે. તેમજ આ દિવસે શનિ 30 વર્ષ પછી કુંભ રાશિમાં રહેશે. એટલા માટે આ દિવસે કરવામાં આવતી પૂજા વિશેષ ફળ આપે છે. ચાલો જાણીએ રામ નવમીના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ.

રામ નવમી પૂજા વિધિ

રામ નવમીના બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સૂર્યદેવને તાંબાના લોટાથી અર્ઘ્ય ચઢાવો. આ પછી શ્રીરામ અને શ્રીરામચરિતમાનસની બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સૂર્યદેવને તાંબાના લોટાથી અર્ઘ્ય ચઢાવો. આ પછી શ્રીરામ અને શ્રીરામચરિતમાનસની પૂજા કરો. ભગવાનને પીળા રંગના ફૂલ, કપડાં, ચંદન વગેરે પૂજા સામગ્રી અર્પણ કરો, ભોગમાં તુલસીના પાન મૂકીને પ્રસાદ ચઢાવો, ઘરની છત પર ધ્વજ લગાવો અને પછી ઘરમાં સુંદરકાંડનો પાઠ કરો.

અંતમાં, ભગવાન રામની આરતી કરતી વખતે, ભગવાન રામ, માતા સીતા અને હનુમાનજીની આરતી કરો અને તેમની પાસે સુખ, સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ માંગો. આ દિવસે બ્રાહ્મણોને અર્પણ કરવું પણ ખૂબ ફળદાયક છે.

રામ નવમી પૂજા મુહૂર્ત

માન્યતાઓ અનુસાર, ભગવાન રામનો જન્મ મધ્ય સમયગાળામાં એટલે કે અભિજીત મુહૂર્તમાં થયો હતો. આ રામ નવમીના અવસર પર, જો કે, તમે આખો દિવસ ભગવાન રામની પૂજા રી શકો છો. પરંતુ, મધ્યકાલીન સમયમાં કરવામાં આવતી પૂજા શ્રેષ્ઠ રહેશે. બપોરે 12 થી 1 વાગ્યા સુધીના મધ્યમ સમયમાં પૂજા કરવી શ્રેષ્ઠ રહેશે.

દંતકથા અનુસાર, ભગવાન રામનો જન્મ અભિજિત મુહૂર્ત એટલે કે મધ્યકાલીન સમયગાળામાં થયો હતો. અભિજીત મુહૂર્ત બપોરે 12:01 થી 12:51 સુધી રહેશે. આ ઉપરાંત સવારના ચોઘડિયા મુહૂર્ત મુજબ સવારે 6.13 થી 7.46 સુધીનો મુહૂર્ત પણ પૂજા માટે શુભ રહેશે.

આ પણ વાંચો: AmritPal Singh New video: ફરાર થયા બાદ અમૃતપાલે જાહેર કર્યો પહેલો વીડિયો, કહ્યું- કોઈ મારો….

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો