Antilia Case Update

Antilia Case Update: એન્ટિલિયાની બહાર વિસ્ફોટક SUV મળતા જ નીતા અંબાણી ડરી ગયા અને પ્રવાસ રદ કર્યો- વાંચો વધુ આ કેસના ખુલાસા

Antilia Case Update: મુકેશ અંબાણીના નિવાસસ્થાનના સુરક્ષા વડાએ જણાવ્યું હતું કે, ધમકી ભરેલો પત્ર અને વિસ્ફોટક ઘરની બહાર મળતા જ નીતા અંબાણીએ તુરંત મુકેશ અંબાણીને કોલ કર્યો. તે દિવસે તેમણે ગુજરાતના જામનગરમાં એક કાર્યક્રમમાં ભાગ લેવાનો હતો

મુંબઇ, 08 સપ્ટેમ્બરઃ Antilia Case Update: મુકેશ અંબાણી દેશના જાણીતા ઉદ્યોગપતિ છે. જો તેમને અથવા તેમના પરિવારને કોઈપણ પ્રકારની ધમકી આપવામાં આવે તો તેમા કંઈ નવું નહોતું. ભૂતકાળમાં પણ તેમને અનેક પ્રકારની ધમકીઓ મળી હતી પરંતુ, જ્યારે નીતા અંબાણીને ઘરની બહાર વિસ્ફોટકો મળી આવ્યાની જાણ થઇ ત્યારે તેમણે તુરંત જ તેમની ગુજરાતની મુલાકાત રદ કરી દીધી હતી. આ માહિતી મુકેશ અંબાણી પરિવારના મુંબઈમાં એન્ટીલિયા નિવાસસ્થાને સુરક્ષા વડાએ એનઆઈએને આપી હતી.

મુકેશ અંબાણીના નિવાસસ્થાન(Antilia Case Update)ના સુરક્ષા વડાએ જણાવ્યું હતું કે, ધમકી ભરેલો પત્ર અને વિસ્ફોટક ઘરની બહાર મળતા જ નીતા અંબાણીએ તુરંત મુકેશ અંબાણીને કોલ કર્યો. તે દિવસે તેમણે ગુજરાતના જામનગરમાં એક કાર્યક્રમમાં ભાગ લેવાનો હતો. ત્યારબાદ તેમનો કાર્યક્રમ પહેલા કોઈ અન્ય દિવસે ગોઠવવામાં આવ્યો પરંતુ, બાદમાં આ વિસ્તારના ડેપ્યુટી પોલીસ કમિશનરની સલાહથી નીતા અંબાણીએ આ મુલાકાત રદ કરી હતી.

આ પણ વાંચોઃ Modi Government Increased MSP: ખેડૂતો માટે સારા સમાચાર- કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2022-23ની સિઝન માટે રવી પાકના MSPમાં કર્યો વધારો- વાંચો વિગત

અંબાણીના ઘર(Antilia Case Update) પાસે જિલેટિન સ્ટીકવાળી વાહન એસયુવી મળી આવ્યા બાદ ૨૫ ફેબ્રુઆરીએ એનઆઈએ દ્વારા સુરક્ષા વડાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. અંબાણીના નિવાસસ્થાનના સુરક્ષા વડાનું આ નિવેદન એનઆઈએ દ્વારા ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યાના મામલે કાઢી મુકેલા પોલીસ અધિકારી સચિન વાજે અને અન્ય 9 લોકો સામે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં નોંધવામાં આવ્યું છે. એનઆઈએ એ આ ચાર્જશીટ ૩ સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં દાખલ કરી.

અંબાણીના નિવાસસ્થાન(Antilia Case Update)ના સુરક્ષા વડાએ એનઆઈએને જણાવ્યું હતું કે, તેમને ભૂતકાળમાં ઘણી જગ્યાએથી ધમકીઓ મળી હતી પરંતુ, આ બધી જ ધમકીઓ ઓક્ટોબર ૨૦૨૦માં શરૂ થયેલા ખેડૂતોના વિરોધના સંદર્ભમાં હતી પરંતુ, 24-25 ફેબ્રુઆરીની રાત્રે માઇકલ રોડ પર અંબાણીના નિવાસસ્થાનની બહાર જ એક સ્કોર્પિયો કાર મૂકી દેવામાં આવી હતી. તે ગાડીમાં કેટલીક જિલેટિનસ્ટીક્સ અને ધમકીભર્યો પત્ર મળી આવ્યો હતો. સુરક્ષા પ્રમુખના મતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને વિસ્ફોટક ભરેલી કાર મળી આવે તેવા કેસમાં કોઈ ખાસ વ્યક્તિ પર શંકા નથી.

આ પણ વાંચોઃ Safety Drive: શ્રીસ્વામિનારાયણ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ વાહનચાલકો ટ્રાફિકના નિયમો તથા કોરોનાની ગાઇડલાનનું પાલન કરવાની કરી અપીલ

આવનાર સમય દરમિયાન એનઆઈએએ પોતાની ચાર્જશીટમાં કારના માલિક મનસુખ હિરેનની હત્યા અંગે પણ ખુલાસો કર્યો છે. એનઆઈએએ તેમા પોલીસ અધિકારી સચિન વાજેનું નામ મુખ્ય આરોપી તરીકે રાખ્યું છે. સચિન વાજેએ જ ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને સોપારી આપીને હિરેનને મારી નાખ્યો હતો. સચિન વાજેને ડર હતો કે હિરેન મુકેશ અંબાણીના પોતાના ઘરની બહાર વિસ્ફોટકો રાખવાના ષડયંત્રમાં કોણ છે તેની તપાસ કરશે. ત્યારે હિરેને એવો દાવો કર્યો હતો કે, તેની કાર ચોરી થઈ ગઈ છે અને ત્યારબાદ તેનો મૃતદેહ ૫ માર્ચે થાણે નજીક મુંબ્રાની ખાડીમાંથી મળી આવ્યો હતો.

Whatsapp Join Banner Guj