c8a23b7a 4737 4625 a192 32191fc545c8

Safety Drive: શ્રીસ્વામિનારાયણ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ વાહનચાલકો ટ્રાફિકના નિયમો તથા કોરોનાની ગાઇડલાનનું પાલન કરવાની કરી અપીલ

Safety Drive: કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જે લોકો ટ્રાફિકનિયમોનું પાલન કરે એને સર્ટીફીકેટ આપી બિરદાવવામાં આવ્યા હતા તેમજ ગુલાબના ફૂલ થી તેમનું અભિવાદન કરવામાં આવ્યો

ગાંધીનગર, 08 સપ્ટેમ્બરઃ Safety Drive: શ્રીસ્વામિનારાયણ પોલિટેકનિક, ગાંધીનગર તેમજ ગાંધીનગર ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના ઘ – 5 ટ્રાફિક સિગ્નલ પાસે ટ્રાફિક સેફ્ટી ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા વાહનચાલકો ટ્રાફિકના નિયમો નુ પાલન કરે તેમજ કોરોના વાયરસથી‌ બચાવ માટે માસ્ક પહેરે. તેમને ગુલાબનું ફૂલ અને માસ્ક આપીને ટ્રાફિકના નિયમો તેમજ કોરોના વાયરસના નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા.

આ પણ વાંચોઃ Modi Government Increased MSP: ખેડૂતો માટે સારા સમાચાર- કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2022-23ની સિઝન માટે રવી પાકના MSPમાં કર્યો વધારો- વાંચો વિગત

હાલ શહેરમાં વસ્તી વધારો ની સાથે વાહનોની પણ સંખ્યામાં ઘણો વધારો થયો છે ટ્રાફિકની સમસ્યા હલ કરવા સરકાર દ્વારા ફ્લાયઓવર ને અંડર બ્રિજ નું નિર્માણ કરવામાં આવે છે એ સાથે નાગરિકોની ફરજ છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને વ્યવસ્થા જળવાઈ તેમાં સહયોગ આપે. ઘણી વખત જલ્દી નીકળવા માટે લોકો દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવે છે જેનો ભોગ નિર્દોષ નાગરિકો બને છે તે સાથે તેનો પરિવાર પણ ભોગ બને છે આમ દરેકને ઉતાવળ હોય છે પણ સાથે સેફટી પણ જરૂરી છે.

98f2c41f 4995 40cb affc fb0bba43633b

કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જે લોકો ટ્રાફિકનિયમોનું પાલન કરે એને સર્ટીફીકેટ આપી બિરદાવવામાં આવ્યા હતા તેમજ ગુલાબના ફૂલ થી તેમનું અભિવાદન કરવામાં આવ્યો હતો. જે લોકોએ માસ્ક પહેર્યા ‌ નહતા તેમની વિદ્યાર્થીઓ દ્વારા સમજણ આપી અને મેડીકલ માસ્કની ભેટ આપવામાં આવી હતી. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સારા નાગરિક બનવા માટે તાલીમ રૂપે ટ્રાફિક નિયમન નું શિક્ષણ તેમજ સમાજ ઉપયોગ માટે કર્તવ્યનિષ્ઠ ભાવિ નાગરિકોને તે હેતુથી આ ટ્રાફિક ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj