Two ferries collide in Nimatighat many missing 1

Two ferries collide in Nimatighat: આસામના નિમતીઘાટ પાસે બની દુર્ઘટના, બોટમાં સવાર કેટલાક લોકો લાપતા- રેસક્યુ ઓપરેશન ચાલુ

Two ferries collide in Nimatighat: આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં બે બોટ વચ્ચે અથડામણ બાદ કેટલાક લોકો લાપતા: લગભગ 100 લોકો હતા સવાર

નવીદિલ્હી, 08 સપ્ટેમ્બરઃTwo ferries collide in Nimatighat: અસમમાં બ્રહ્મપુત્ર નદીમાં બુધવારે બે નાવની વચ્ચે ટક્કર થયા બાદ કેટલાક લોકો લાપતા થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યુ કે આ બંને નાવમાં લગભગ 100 લોકો સવાર હતા. નાવ દુર્ઘટનાની જાણકારી પર રાજ્યના મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યુ અને તાત્કાલિક રેસ્ક્યુ કરવાના આદેશ આપ્યા છે.

આ પણ વાંચોઃ Antilia Case Update: એન્ટિલિયાની બહાર વિસ્ફોટક SUV મળતા જ નીતા અંબાણી ડરી ગયા અને પ્રવાસ રદ કર્યો- વાંચો વધુ આ કેસના ખુલાસા

આસામના નિમતી ઘાટ પાસે એક ખુબ જ ભયંકર બોટ અકસ્માત સર્જાયો છે. આ વાત અંગેની પુષ્ટિ અહીંના મુખ્યમંત્રી હિમાંતા બિસ્વા સરમાએ કરી હતી. જોરહાટના નિમતી ઘાટ નજીક બોટ અકસ્માત બન્યો તેમની પુષ્ટિ તેમણે કરી હતી અને કહ્યું હતું કે રાજ્ય મંત્રી બિમલ બોરા તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી રહ્યા છે અને હું પણ આવતીકાલે નિમતી ઘાટ પહોંચીશ.

હાલ આ ઘટનાનો ભોગ બનેલા લોકો તો લાપતા છે અને અધિકારીઓ ઘટનાસ્થળે સમગ્ર ઘટનાની તપાસે પહોંચી ચુક્યા છે અને લાપતા લોકોની શોધખોળ માટે ટિમ સક્રિય કરી દીધી છે.

Whatsapp Join Banner Guj