Modi Government Increased MSP farmer

Modi Government Increased MSP: ખેડૂતો માટે સારા સમાચાર- કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2022-23ની સિઝન માટે રવી પાકના MSPમાં કર્યો વધારો- વાંચો વિગત

Modi Government Increased MSP: કેન્દ્ર સરકારે ઘઉં માટે એમએસપીમાં 40 રૂપિયાનો વધારો કર્યો છે, જે હવે 2015 રૂપિયા સુધી પહોંચી ગયો છે જ્યારે જવની MSPમાં 35 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

નવી દિલ્હી, 08 સપ્ટેમ્બરઃ Modi Government Increased MSP: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2022-23 ની સિઝન માટે રવી પાકના MSP (લઘુતમ ટેકાના ભાવ) માં વધારો કર્યો છે. કૃષિ કાયદાને લઈને ખેડુતો દ્વારા કરવામાં આવી રહેલા આંદોલન વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે ઘઉં માટે એમએસપીમાં 40 રૂપિયાનો વધારો કર્યો છે, જે હવે 2015 રૂપિયા સુધી પહોંચી ગયો છે જ્યારે જવની MSPમાં 35 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Taliban formed a government: કાબુલ પર કબ્જો જમાવ્યાના ૨૨ દિવસ પછી તાલિબાનોએ રચી સરકાર, જાણો ક્યુ ખાતુ કોને મળ્યું ?

સરકારના જણાવ્યા મુજબ, મસૂર, રેપસીડ અને સરસવ (₹ 400 પ્રતિ ક્વિન્ટલ) ની MSP અગાઉના વર્ષની સરખામણીએ સૌથી વધુ વધારવામાં આવી છે, જેના કારણે તમામ ફરજિયાત રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવમાં વધારો થશે.

છેલ્લા કેટલાક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકોની MSP વધારવામાં આવી રહી છે. સરકારનો દાવો છે કે ખેડૂતોને લઈને જે નિર્ણય લેવામાં આવ્યા છે, તેનાથી ખેડૂતોની આવક બમણી કરવા તરફ મહત્વનું પગલું ભરવામાં આવશે.

Whatsapp Join Banner Guj